Sunday, September 27, 2026
HomeSportsCricketT20 વર્લ્ડકપમાં મહત્વની મેચમાં સૂઈ રહ્યો વાઇસ કેપ્ટન, બસ છૂટી જતાં ટીમમાંથી...

T20 વર્લ્ડકપમાં મહત્વની મેચમાં સૂઈ રહ્યો વાઇસ કેપ્ટન, બસ છૂટી જતાં ટીમમાંથી પડતો મુકાયો

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

તમને ઘણી વાર પ્રશ્ન થતો હશે કે જે રીતે આપણને ક્યારેક સૂઈ રહેવાના કારણે ઓફિસ જવાનું મોડું થઈ જાય છે એવું જ ક્રિકેટર્સ સાથે પણ બનતું હશે કે કેમ? આવી જ એક ઘટના T20 World cup બાદ સામે આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સુપર 8માં ભારતનો સામનો અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવી ટીમો સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ સુપર 8માં પોતાની ત્રણેય મેચ જીતી હતી. પરંતુ બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમનો વાઈસ કેપ્ટન તાસ્કિન અહેમદ પ્લેઈંગ ઈલેવનનો જ ભાગ નહોતો. કથિત રીતે તેને ભારત સામેની નિર્ણાયક મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો કારણ કે તે લાંબા સમય સુધી સૂતો હતો અને મોડો પાડવાના કારણે ટીમ બસમાં આવ્યો ન હતો. જોકે, ફાસ્ટ બોલરે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તે ટીમ કોમ્બિનેશનના કારણે આઉટ થયો હતો.
22 જૂને એન્ટીગુઆના નોર્થ સાઉન્ડમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશને ભારત સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે આ મેચમાં એક ફેરફાર કર્યો અને વાઇસ કેપ્ટન તાસ્કિનની જગ્યાએ ઝાકિર અલીને રમાડ્યો હતો. ‘ESPNcricinfo’એ ઢાકા સ્થિત અખબાર અજકર પત્રિકાના અહેવાલને ટાંકીને તાસ્કિનનું નિવેદન લખ્યું હતું કે, “હું થોડો મોડો પહોંચ્યો હતો પરંતુ હું ટોસ પહેલા મેદાન પર પહોંચી ગયો હતો.”

તાસ્કિને કહ્યું હતું કે, ‘હું ટોસના લગભગ 30થી 40 મિનિટ પહેલા મેદાન પર પહોંચી ગયો હતો. હું ટીમ બસમાં ચઢી શક્યો ન હતો. બસ સવારે 8:35 વાગ્યે હોટલથી નીકળી હતી. હું 8:43 વાગ્યે મેદાન પર પહોંચવા માટે રવાના થયો હતો. હું બસ સાથે જ લગભગ ગ્રાઉન્ડ પર પર પહોંચી ગયો હતો. એવું નથી કે હું મોડો પહોંચ્યો એટલા માટે મને પસંદ ન કરવામાં આવ્યો. હું એ મેચમાં રમવાનો જ ન હતો.’

જો કે ત્યાર પછીની 24 જૂને અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની મેચ માટે તાસ્કિન પ્લેઇંગ ઇલેવનમાં પાછો ફર્યો હતો. તાસ્કિને આ માટે માફી માંગી હતી પરંતુ અનુભવી ઓલરાઉન્ડર અને ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ અલ હસને કહ્યું હતું કે ફાસ્ટ બોલરના મોડા આવવાથી તેની ટીમમાં પસંદગી મુશ્કેલ થઈ ગઈ હતી.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here