Sunday, March 8, 2026
HomeIndiaસેલ્ફીના ચક્કરમાં જીવ ગયો

સેલ્ફીના ચક્કરમાં જીવ ગયો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

પાણીના ભારે પ્રવાહ વચ્ચે સેલ્ફી લેવા અને રીલ બનાવવા ઝરણામાં ઊતરેલો એક યુવક ધોધમાંથી 150 ફૂટ નીચે પડ્યો હતો.

યુવક મિત્રો સાથે પિકનિક મનાવવા માટે આવ્યો હતો. પાણીના પ્રવાહમાં તેનો પગ લપસી ગયો. જીવ બચાવવા યુવકે સેફ્ટી સાંકળ પણ પકડી લીધી હતી. મિત્રોએ પણ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાણીનું વહેણ તેજ હોવાના કારણે હાથમાંથી સાંકળ છૂટી જતાં તે ધોધની સાથે નીચે પડી ગયો હતો. ભીલવાડાના બિજોલિયામાં મેનાલ ઝરણા ખાતે સોમવારે બપોરે 12 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

માહિતી અનુસાર, ભવાની નગર, ભીલવાડાના રહેવાસી કન્હૈયાલાલ બૈરવા (26) તેના 17 વર્ષીય મિત્ર અક્ષિત ધોબી સાથે પિકનિક મનાવવા માટે સોમવારે સવારે બાઇક પર મેનાલ પહોંચ્યા હતા. બંને મિત્રો શિલા પર સ્નાન કરી રહ્યા હતા. કન્હૈયાલાલ સેલ્ફી લેવા અને રીલ બનાવવા માટે પાણીના ભારે પ્રવાહની વચ્ચે ગયો હતો. જ્યાં તેનો પગ લપસી ગયો હતો. વહેતા પાણીમાં તેણે સેફ્ટી સાંકળ પકડી લીધી હતી. મિત્ર અક્ષિત અને સ્થાનિક તરવૈયાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઝરણામાં પાણીના ભારે વહેણના કારણે યુવકે પોતાને બચાવવા માટે લગભગ પાંચ મિનિટ સુધી લડતો રહ્યો હતો અને અંતે તેના હાથમાંથી સાંકળ છૂટી ગઈ હતી. લગભગ 100 મીટર તણાઈ ગયા બાદ તે ધોધથી 150 ફૂટ નીચે પડ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત દરમિયાન સ્થાનિક તરવૈયાએ યુવકને બચાવવાના ભારે પ્રયાસ કર્યા હતા, પરંતુ પાણીના તેજ પ્રવાહને કારણે તેણે પકડેલી સાંકળ પણ છૂટી ગઈ હતી. બેંગુના મામલતદાર ધર્મેન્દ્ર સ્વામીએ કહ્યું- સુરક્ષા માટે મેનાલમાં બેરિકેડિંગ માટે લોખંડની સાંકળો લગાવવામાં આવી છે. સુરક્ષા માટે સૂત્રો લખવામાં આવ્યાં છે. કોઈ અકસ્માત ન થાય તે માટે પ્રશાસને તરવૈયાની ટીમ તહેનાત કરી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આમ છતાં લોકો નજર ચુકાવીને ભયજનક સ્થળે પહોંચી જાય છે. ASI મલ્ટિ ટાસ્કિંગ મેનલ ઈન્ચાર્જ મુકેશ પારીકે જણાવ્યું – SDRF ટીમે યુવકની શોધ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. ટીમના સભ્યો ધોધમાં નીચે ઊતરી ગયા છે. યુવક હજુ સુધી મળ્યો નથી. કન્હૈયાલાલ મજૂરીકામ કરતો હતો અને તેના પરિવારમાં માતા-પિતા, ભાઈ અને તેની પત્ની છે. હાલ યુવકનાં પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here