Tuesday, July 21, 2026
HomeSportsકોહલીનો ખતરનાક શૉર્ટ, ડ્રેસિંગ રૂમ પાસેની દીવાલ તોડી બોલ પાર થઈ ગયો

કોહલીનો ખતરનાક શૉર્ટ, ડ્રેસિંગ રૂમ પાસેની દીવાલ તોડી બોલ પાર થઈ ગયો

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

19 સપ્ટેમ્બરથી ચેન્નાઈ ખાતે ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળ બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની પહેલી મેચ રમશે. જેને લઈને મેચ પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે, ખેલાડીઓ ઘણો પરસેવો પાડી રહ્યા છે. વિરાટ કોહલી, રોહિત શર્મા હોય કે બુમરાહ બધા જ ટ્રેનિંગમાં સખત મહેનત કરી રહ્યા છે.બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચ પહેલા ટીમના ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન બેટિંગ કરતી વખતે કોહલીનો એક શોટ ડ્રેસિંગ રૂમની નજીકની દિવાલ સાથે અથડાયો હતો, અને તેમાં બોલના કદનું મોટું કાણું પડી ગયું હતું. બોલ એટલી ઝડપે આવ્યો હતો કે તે દિવાલ તોડીને તેની પેલે પાર પહોંચી ગયો હતો. કોહલી આ વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચ બાદ પહેલીવાર રેડ બોલ ફોર્મેટમાં રમતો જોવા મળશે. બાંગ્લાદેશ સામે ટેસ્ટ ફોર્મેટમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધીમાં ક્યારેય ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. ત્યારે હવે આ સીરિઝમાં બાંગ્લાદેશની ટીમ પોતાનું સારું પ્રદર્શન જાળવી રાખવા માંગશે. કારણ કે ટીમે તાજેતરમાં જ પાકિસ્તાન સામે તેના ઘરઆંગણે સીરિઝ જીતી હતી. ટીમમાં ઘણાં એવા ખેલાડીઓ છે કે, જે મુશ્કેલ સમયમાં ટીમમો સહારો બની શકે છે. ભારતીય ટીમ છેલ્લે 2024ની શરૂઆતમાં ટેસ્ટ સીરિઝ રમી હતી, ભારતે ઇંગ્લેન્ડને આ સીરિઝમાં 4-1થી હરાવ્યું હતું.ભારતીય ટીમ આ સીરિઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની દિશામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે, હાલમાં ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર સ્થાન ધરાવે છે. આગામી સમયમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ અત્યારથી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મેદાનમાં ઉતરશે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here