Wednesday, August 5, 2026
HomeGujaratપદ્મિની બા અને તેના પતિ વચ્ચે બબાલ! ગિરિરાજસિંહને થઈ ઈજા

પદ્મિની બા અને તેના પતિ વચ્ચે બબાલ! ગિરિરાજસિંહને થઈ ઈજા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Padminiba Controversy : ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બા તેમના પતિ ગિરિરાજસિંહ વાળા સાથે બબાલ કરી રહ્યા હોવાનો કથિત વીડિયો વાઈરલ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પદ્મિની બા અને તેમના પુત્ર સત્યજીતસિંહે મળીને તેમના પતિ ગિરિરાજસિંહ વાળા પર પાઈપથી હુમલો કર્યો હતો. જેને લઈને પદ્મિની બા વાળા ફરી ચર્ચામાં આવ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કઈ બાબતો ઉગ્ર બોલાચાલી થઈ તેને લઈને ચર્ચા થઈ રહી છે.

ગિરિરાજ સિંહને થઈ ઈજા!
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બબાલ દરમિયાન ગિરિરાજસિંહને ઈજા પહોંચી છે. જેને લઈને તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ પોલીસે ગિરિરાજસિંહનું નિવેદન નોંધ્યું હતું. જોકે, આ અંગે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પોલીસે બંને પક્ષે સમાધાન થઈ જતાં મામલો થાળે પડ્યો હોવાની વાત કરી હતી. આ સાથે ઈજાગ્રસ્ત ગિરિરાજસિંહ પણ મોડીરાત્રે ટૂંકી સારવાર લઈ હોસ્પિટલમાંથી રજા લઈને નીકળી ગયા હતાં.

શું બની હતી ઘટના?

રાજકોટના રેલનગરમાં આવેલા રામેશ્વર પાર્ક-5માં રહેતા ગિરિરાજસિંહ અનિરૂદ્ધસિંહ વાળા (ઉં.47) ગઈકાલ રાત્રે ઘરે હતા. આ સમયે રાત્રે 1 વાગ્યા આસપાસ તેમના પત્ની પદ્મિનીબા અને તેમના પુત્ર સત્યજીતસિંહ પાઈપ સાથે કારમાં ધસી આવ્યા હતા. કોઈ કારણોસર ઝઘડો કરી ગિરિરાજસિંહ પર પાઈપ વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અગાઉ પણ પતિ સાથે થયેલો વિવાદ

આ અગાઉ પણ પતિ સાથેનો વિવાદ સામે આવ્યો હતો. જેમાં અજાણી વ્યક્તિ સાથે પદ્મિની બા વાળાની વાતચીત કરતો ઓડિયો વાઈરલ થયો હતો. પદ્મિની બાના પતિ સાથેના વિવાદની ચર્ચાનો ઓડિયોમાં ઉલ્લેખ થયો હતો. જેમાં પદ્મિની બા વાળાના પારિવારિક ડખાની ચર્ચા થઈ હતી.

ક્ષત્રિય અગ્રણી પદ્મિની બા વાળા ક્ષત્રિય આંદોલનની એ લડવૈયા છે જેમની લડત ન માત્ર રૂપાલા સામે, પરંતુ પોતાના જ સમાજના આગેવાનો સામે પણ છે. જ્યારથી રૂપાલાનું રાજપૂતો માટેનું ભડકાઉ નિવેદન સામે આવ્યું છે, ત્યારથી પદ્મિની બા વાળા સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે પદ્મિની બા વાળા ફરી ચર્ચામાં આવ્યા છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here