Friday, June 5, 2026
HomeGujaratસામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો કરશેઃ પીએલ કેપિટલ

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો કરશેઃ પીએલ કેપિટલ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ કેપિટલએ તેના તાજેતરના ઇન્ડિયા સ્ટ્રેટેજી રિપોર્ટમાં જણાવ્યું હતુ કે ભારતીય માર્કેટ એફઆઇઆઇની વેચવાલીને કારણે તાજેતરના મહિનાઓમાં દબાણ હેઠળ હતા, તેમાં તીવ્ર સુધારો જોવા મળ્યો છે, જેના કારણે છેલ્લા છ મહિનામાં નિફ્ટીએ 10 ટકા રિટર્ન આપ્યુ છે. નાણાકીય વર્ષ 25 ના ચોથા કવાર્ટર ના પરિણામો અત્યાર સુધીમાં અપેક્ષાઓથી પર રહ્યા છે જેમાં ઇબીઆઇટીડીએ અને પીબીટી (ઓઇલ અને ગેસ સિવાય) અંદાજોથી પર અનુક્રમે 5.1% અને 9.2% દર્શાવી છે.છેલ્લા થોડા ક્વાર્ટર્સથી ઉપભોક્તા માંગ ઓછી રહી છે. તેમ છતાં ગ્રામિણ માંગમાં પાછલા વર્ષના ચોમાસાને પગલે ઊછાળો આવ્યો છે, ત્યાર શહેરી માંગને વિવિધ અંતરાયોનો સામનો કરવો પડ્યો હતો તેમાં ચૂંટણી, તીવ્ર ગરમી, લાંબુ ચોમાસુ અને સપ્ટેમ્બરમાં ખાદ્ય ફૂગાવામાં થયેલા વધારાનો સમાવેશ થાય છે. જેમાં કહેવાય છે કે શહેરી વપરાશમાં સુધારાના પ્રારંભિક સંકેતો ઉભરી રહ્યા છે, તે ભલે ધીમા હોવા છતાં આગામી ક્વાર્ટર્સમાં ટકાઇ સુધારાઓ રહે તેવી સંભાવના સેવાય છે.નાણાકીય વર્ષ 25માં કૃષિ ઉત્પાદનમાં ખરીફ પાકમાં 6.8%નો અને રવી પાકમાં 3%નો વધારો જોવા મળ્યો હતો. ખરીદીનો આંક 29.5 મિલીયન ટન સુધી પહોંચી ગયો છે, જે પાછલા વર્ષના 26 મિલીયન ટનથી પણ વધી ગયો છે – આ એવી પ્રગતિ છે જે સિઝન વિના પણ ઘઉંના ભાવને અંકુશમાં રાખવા માટેની સરકારની ક્ષમતામાં વધારો કરશે. વધુમાં મેમાં જળાશયોના સ્તર પાછલા વર્ષના સમાન ગાળાની તુલનામાં 22% વધુ હતા. સામાન્ય ચોમાસુ પાણી ટેબલ્સને ઉન્નત સ્તરે રાખશ તેવી સંભાવના છે, જે હવે પછીની રવી પાક પર પણ સકારાત્મક રીતે અસર કરશે. અહેવાલમાં વધુમાં જણાવ્યુ છે કે “ઓપરેશન સિંદૂર” એ અદ્યતન હવાઈ યુદ્ધ, મિસાઇલ સિસ્ટમ્સ અને ડ્રોન ટેકનોલોજીના પરિવર્તનશીલ ઉપયોગનું પ્રદર્શન કર્યું છે, જે “મેક ઇન ઇન્ડિયા” પહેલના વ્યૂહાત્મક મહત્વને મજબૂત બનાવે છે. જેમ જેમ વૈશ્વિક શક્તિઓ દક્ષિણપૂર્વ એશિયામાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે, તેમ તેમ ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ વધુ તીવ્ર બનવાની અપેક્ષા છે. આ બદલાતી વૈશ્વિક ગતિશીલતાના પ્રતિભાવમાં, ભારતને લશ્કરી હાર્ડવેર, અવકાશ ટેકનોલોજી, ડ્રોન, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, વિમાનવાહક જહાજો, સ્માર્ટ ગ્રીડ અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર રોકાણ વધારવાની જરૂર પડશે. વધુમાં, સિંધુ જળ સંધિના સસ્પેન્શનથી ઇપીસી, પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (પીએસપી) અને હાઇડ્રોઇલેક્ટ્રિક સાધનોમાં નવી તકો ખુલવાની શક્યતા છે.બજેટ ટેક્સ કાપથી માંગમાં સુધારો જોવા મળશે: નાણાકીય વર્ષ 26ના બજેટમાં વ્યક્તિગત આવકવેરાના દરમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, અને તેના લાભો હવે પ્રજા સુધી પહોંચવા લાગ્યા છે. આગામી બે ક્વાર્ટર માટે અનુકૂળ આધાર સાથે – ગયા વર્ષે ચૂંટણીઓ, તીવ્ર ગરમીના મોજા અને એચ 1નાણાકીય વર્ષ 25માં લગ્નની નિસ્તેજ મોસમને કારણે માંગ ઓછી થઈ ગઈ હતી – પીએલ કેપિટલ વપરાશમાં વધારો થવાની અપેક્ષા રાખે છે. નીચા ફુગાવા, ઘટતા વ્યાજ દરો અને સામાન્ય ચોમાસાની સંયુક્ત અસર આ પુનઃપ્રાપ્તિને વધુ ટેકો આપવાની અપેક્ષા છે. કર ઘટાડાના અંદાજિત 2.5x ગુણક અસરને ધ્યાનમાં લેતા, પરિણમતી માંગમાં વધારો લગભગ રૂ.2,500 અબજ (30 અબજ ડોલર) થઈ શકે છે.જ્યારે દરેક વપરાશ ક્ષેત્રોને ફાયદો થવાની સંભાવના છે, ત્યારે વાર્ષિક રૂ. 1 મિલિયન કે તેથી વધુ કમાણી કરતા વ્યક્તિઓમાં આ અસર વધુ નોંધપાત્ર હશે, જેનાથી વિવેકાધીન ખર્ચમાં વધારો થશે. જોકે દૈનિક ઉપયોગની મુખ્ય ચીજવસ્તુઓમાં મધ્યમ વૃદ્ધિ થવાની અપેક્ષા છે, પરંતુ મુસાફરી, ગ્રાહક ટકાઉ વસ્તુઓ, ક્યૂએસઆર, વસ્ત્રો, ઓટોમોબાઇલ્સ, મકાન સામગ્રી અને જ્વેલરી સહિત વ્યક્તિગત એસેસરીઝમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here