Sunday, October 4, 2026
HomeGujaratઅમરેલી જિલ્લામાં મગફળીના પાકને ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું

અમરેલી જિલ્લામાં મગફળીના પાકને ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમરેલી જિલ્લાના ખેડૂતો માટે મુખ્ય આજીવિકાનો સ્ત્રોત ગણાતો મગફળીનો પાક આ વર્ષે ભારે વરસાદના કારણે મોટા નુકસાનનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના ગોરડકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. નવરાત્રી દરમિયાન પડેલા આ વરસાદે પાકને સો ટકા જેટલું નુકસાન પહોંચાડ્યું છે, જે ખેડૂતો માટે આર્થિક આંચકો બન્યો છે.ગોરડકા ગામના ખેડૂત મેરૂભાઈ વનરાએ જણાવ્યું કે, તેમણે 20 વીઘામાં મગફળીનું આગોતરું વાવેતર કર્યું હતું. પાક હાથમાં આવવાનો સમય આવ્યો હતો, પરંતુ અચાનક પડેલા વરસાદે પાકમાં પુનઃ અંકુરણ શરૂ કર્યું. મગફળીના દાણા ફાટી જમીનમાં વધવા લાગ્યા, જેના કારણે કોળિયા તોડી નાખાયા. આથી પાકની ગુણવત્તા ખરાબ થઈ, અને ખેડૂતોને આવક તો દૂર, ખેતરનો ખર્ચ પણ વસૂલ નહીં થાય. અવિરત વરસાદથી પાથરા ભીંજાઈ ગયા, અને તેમાં ફૂગ લાગવાની શરૂઆત થઈ, જે વેપારીઓના ભાવ પર અસર કરશે.સાવરકુંડલા ઉપરાંત ધારી, બગસરા, ખાંભા અને રાજુલા તાલુકામાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. આ ખેડૂતો આગોતરું વાવેતર કરી વધુ ઉપજ અને સારા ભાવની અપેક્ષા રાખતા હતા, પરંતુ વરસાદે તેમના પાકને નષ્ટ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે પાકને બચાવવો અશક્ય બન્યો છે, અને નુકસાન 100 ટકા છે. આ પરિસ્થિતિએ ખેડૂતોને નાણાકીય અને માનસિક તકલીફ આપી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here