
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં વર્ષ 2025-26 દરમિયાન પરિચાલન કાર્યક્ષમતા, માલ અને યાત્રી પરિવહન, મહેસૂલ સુદ્રઢીકરણ અને પાયાની સુવિધાઓના વિકાસના તમામ મુખ્ય પાસાઓમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરીને ઉત્કૃષ્ટ અને સંતુલિત પ્રદર્શન કર્યું છે.
વર્ષ 2025-26ની મુખ્ય સિદ્ધિઓ—
• ₹ 9193 કરોડની કુલ આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં ₹ 538 કરોડથી વધુનો વધારો નોંધાયો છે.
• ₹ 6867 કરોડની માલ પરિવહન આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 5.76% નો વધારો નોંધાયો છે
• ₹ 1814 કરોડની કોચિંગ આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 6.89% નો વધારો નોંધાયો છે.
• 51.13 મિલિયન ટન માલ લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 9.30% નો વધારો નોંધાયો છે, જેના પરિણામે અમદાવાદ મંડળે ભારતીય રેલવેમાં 8મું અને પશ્ચિમ રેલવેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
• વર્ષ 2025-26માં 10 સ્થાયી ગતિ પ્રતિબંધો (Permanent Speed Restriction) સમાપ્ત કરવામાં આવ્યા.
• 26 રોડ અંડર બ્રિજ (RUB) અને 04 રોડ ઓવર બ્રિજ (ROB) નું બાંધકામ કરવામાં આવ્યું, જેનાથી સુરક્ષા અને ટ્રાફિકની સુગમતામાં વધારો થયો છે.
• 163 કિમી નવી રેલવે લાઈન ઉમેરવામાં આવી.
• 237 ટ્રેક કિમીમાં ટ્રેક્શન કામ પૂર્ણ કરવામાં આવ્યું.
• 69 હાઈ માસ્ટ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા.
• 4000 રેક્સનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેના લીધે માલ લોડિંગમાં વધારો નોંધાયો છે.
• કુલ 17 હજાર કર્મચારીઓમાંથી 2520 કર્મચારીઓને (આશરે 14%) બઢતી આપવામાં આવી, જે કર્મચારી વિકાસમાં વૃદ્ધિ દર્શાવે છે.
માલ લોડિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓ
• 6,04,922 વેગનોનું કન્ટેનર લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 4.06% નો વધારો નોંધાયો છે.
• 1,76,794 વેગનોમાં ખાતર લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 24.61% નો વધારો થયો છે.
• 1,19,948 વેગનોમાં મીઠાનું લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 27.85% નો વધારો નોંધાયો છે.
• ઓટોમોબાઈલના લોડિંગમાં અમદાવાદ મંડળ અગ્રેસર રહ્યું છે, 42,818 વેગનોનું લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 11.61% નો વધારો નોંધાયો છે.
• 413 એલપીજીરેક્સનું લોડિંગ કરવામાં આવ્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં સૌથી વધુ છે.
પરિચાલન પ્રદર્શનમાં સતત સુધારો
• દરરોજ સરેરાશ 2893.9 વેગન લોડિંગ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 6.77% નો વધારો નોંધાયો છે.
• કુલ 72,014 કોચિંગ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 4.91% નો વધારો નોંધાયો છે.
• કુલ 24,748 રેક્સ લોડ કરવામાં આવ્યા, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 6.64% નો વધારો નોંધાયો છે.
• અમદાવાદ વિસ્તારમાં 7,049 રેક્સનું સંચાલન કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 3.00% નો વધારો નોંધાયો છે.
• દરરોજ સરેરાશ 206.20 ટ્રેનોનું ઇન્ટરચેન્જ કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 6.21% નો વધારો નોંધાયો છે.
મહેસૂલ અને યાત્રી સેવાઓમાં મજબૂત પ્રગતિ
• ₹ 1450.67 કરોડની બિન-ભાડા આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 35.83% નો નોંધપાત્ર વધારો નોંધાયો છે.
• ₹ 322.82 કરોડની સ્ટેશન પાર્કિંગ આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 32.59% નો વધારો નોંધાયો છે.
• ₹ 22.36 કરોડની અન્ય વિવિધ આવક મેળવવામાં આવી, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 22.03% નો વધારો નોંધાયો છે.
• ₹ 12.52 કરોડનો સ્વચ્છતા દંડ વસૂલવામાં આવ્યો, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 184.55% નો નોંધપાત્ર વધારો નોંધાયો છે.
• 408.10 લાખ યાત્રીઓનું પરિવહન કરવામાં આવ્યું, જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 10.16% નો વધારો નોંધાયો છે.
નવી રેલવે સેવાઓ
• 26 મે 2025 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.
• 25 ઓગસ્ટ 2025 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કડી-સાબરમતી-કટોસણ રોડ વચ્ચે મેમુ (MEMU) સેવાનો શુભારંભ કરવામાં આવ્યો અને બેચરાજીથી કાર-લોડેડ માલગાડીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
• 16 ફેબ્રુઆરી 2026 થી અસારવા-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું.
• 31 માર્ચ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડબ્રહ્મા-હિંમતનગર-અમદાવાદ (અસારવા) નવી રેલ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ
• 22 મે 2025 ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા સામખિયાળી સ્ટેશનનું અમૃત સ્ટેશન તરીકે ઉદઘાટન કરવામાં આવ્યું.
• સાબરમતી-બોટાદ (106 કિમી) રેલવે સેક્શનનું વિદ્યુતીકરણ પૂર્ણ કરીને ગુજરાતમાં 100% વિદ્યુતીકરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું.
• મહેસાણા-પાલનપુર (65.10 કિમી) રેલવે સેક્શનનું ડબલિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું.
• આંબલિયાસણ-વિજાપુર-મોટી આદરાજ (82 કિમી), કલોલ-કડી-કટોસણ રોડ (38 કિમી) અને બેચરાજી-રણુજ (40 કિમી) સહિતના વિવિધ રેલવે સેક્શનો પર કામ પૂર્ણ કરવામાં આવ્યું.
• 31 માર્ચ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીધામ-આદીપુર રેલવે લાઇનના મલ્ટી-ટ્રેકિંગ કામને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.
