Friday, June 5, 2026
HomeGujaratSuratસુરત: લગ્નમાંથી પરત ફરતા પરિવારને કારે કચડ્યો

સુરત: લગ્નમાંથી પરત ફરતા પરિવારને કારે કચડ્યો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

હસતા-રમતા લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ત્રણ સભ્યોની મૃતદેહ ઘરે પરત આવતા સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના અંબિકા તાલુકાના ભોરીયા ગામની સીમમાં રવિવારે (19મી એપ્રિલ) કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક મહિલા હવામાં 15 ફૂટ ઉછળીને ઈંટના ભઠ્ઠા પર જઈ પટકાઈ હતી.મળતી માહિતી અનુસાર, અંબિકાના સાંબા ગામના મેડિયા ફળિયામાં રહેતા 31 વર્ષીય આશિષ પટેલ, તેમના 29 વર્ષીય પત્ની પારુલબેન, સાત વર્ષનો પુત્ર વેદ અને 60 વર્ષીય માતા ઉષાબેન ડોલવણ તાલુકાના પાટી ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પતાવીને આખો પરિવાર એક જ બાઈક પર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. વલવાડા-ભોરીયા રોડ પર ઈંટના ભઠ્ઠા પાસે સામેથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે, આશિષભાઈ પટેલ, પારુલબેન અને ઉષાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે વેદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ એક મહિલા મૃતદેહ હવામાં 15 ફૂટ ઉછળીને બાજુના ભઠ્ઠા પર પટકાતા ઉપસ્થિત લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારચાલકને પકડી પાડી તેને ઢોર માર માર્યો હતો, જેમાં તે લોહીલુહાણ થયો હતો. પોલીસ ઘટનાસ્થળે હોવા છતાં લોકોનો આક્રોશ એટલો હતો કે તેમણે કલાકો સુધી કારને રસ્તા પરથી હટાવવા દીધી ન હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનના સમાચાર મળતા જ સાંબા ગામમાં માતમ છવાઈ ગયો છે. હસતા-રમતા લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ત્રણ સભ્યોની મૃતદેહ ઘરે પરત આવતા સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here