Sunday, July 26, 2026
HomeAhmedabadઅમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ

અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

હવે અમદાવાદીઓ પોતાના વિસ્તારમાં કેટલી ગરમી પડશે તેની માહિતી સરળતાથી પોતાના મોબાઈલ પર જ મેળવી શકશે.

રાજ્યમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 3 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે, જેના પગલે મોટાભાગના શહેરોનું તાપમાન 41થી 43 ડિગ્રી સુધી પહોંચી જવાનું અનુમાન છે. હવામાન વિભાગ અમદાવાદના અધિકારીએ જણાવ્યું કે, ’24થી 30 એપ્રિલ સુધી હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેન્ટિગ્રેડનો વધારો થવાની સંભાવના છે અને ત્યારબાદ તેમાં ફરીથી 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ રહેશે અને તેની ઝડપ 15થી 20 ની આસપાસ રહેશે. અત્યાર સુધી નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા જોઈએ તો, સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.7 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધારે છે. આ ઉપરાંત, અમદાવાદમાં 41.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 40 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું છે.’અધિકારીએ જણાવ્યું કે, ટઆગામી 3 દિવસ માટે, ગુજરાતના આંતરિક વિસ્તારોમાં તાપમાન 41થી 43 ડિગ્રી સેન્ટિગ્રેડની વચ્ચે રહેશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તે 35થી 40 ડિગ્રી સેન્ટિગ્રેડની અંદર રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન અને ભેજનું પ્રમાણ સામાન્ય કરતા વધુ હોવાથી હોટ એન્ડ હ્યુમિડ સ્થિતિ રહેશે, જેના કારણે ખાસ કરીને 24મી અને 25મી એપ્રિલના રોજ લોકોને ખૂબ બેચેની અને અગવડતા અનુભવાશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદની વાત કરું તો, આજે આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને તાપમાન 42 ડિગ્રી રહેશે. આગામી ત્રણ દિવસ સુધી પણ અમદાવાદનું તાપમાન 41 થી 43 ડિગ્રીની અંદર જ રહેશે; જોકે અમદાવાદ શહેર માટે હાલમાં કોઈ જ ચેતવણી નથી.’હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી 7 દિવસની આગાહી અને શહેરના જુદા જુદા વિસ્તારોના મહત્તમ તાપમાનના આધારે આગામી ત્રણ દિવસ માટેના હોટસ્પોટ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. લોકો માત્ર એક QR કોડ સ્કેન કરીને અથવા લિંક દ્વારા બપોરે 12થી 5 વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં નોંધાનાર મહત્તમ તાપમાનની વિગતવાર માહિતી જાણી શકશે. લોકોની સુવિધા માટે આ ડેટા દર ત્રણ દિવસે લિંક અને QR કોડમાં અપડેટ કરવામાં આવશે.હાલ સમગ્ર રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર સાબિત થઈ રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે પારો 43 ડિગ્રીને પાર જવાની પૂરેપૂરી સંભાવના છે. રાજ્યમાં ફૂંકાઈ રહેલા પશ્ચિમના પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો હોવા છતાં અસહ્ય બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.
 
કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here