Monday, September 28, 2026
HomeBusinessવર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા વૉકાથોનનું આયોજન; 500થી...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા વૉકાથોનનું આયોજન; 500થી વધુ નાગરિકોએ લીધો ઉત્સાહભેર ભાગ

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
વર્લ્ડ હાર્ટ ડે 2026 ની ઉજવણીના ભાગરૂપે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા વર્લ્ડ હાર્ટ ડે વોકાથોન 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૉકાથોનમાં 500થી વધુ નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તેમાં વિવિધ કોર્પોરેટ સંસ્થાઓના પ્રતિનિધિઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, ફિટનેસ પ્રેમીઓ તેમજ શહેરના નાગરિકોએ ભાગ લઈને હૃદયના આરોગ્ય અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓ, તબીબો અને મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિમાં વૉકાથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી. લગભગ 4 કિલોમીટર લાંબા રૂટ પર યોજાયેલી આ વૉકાથોન સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલથી શરૂ થઈ જનતા આઇસક્રીમ, ગુરુકુલ મંદિર અને દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન થઈ ફરી હોસ્પિટલ ખાતે પૂર્ણ થઈ હતી. આ પહેલનો મુખ્ય હેતુ હૃદયના આરોગ્ય પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો તેમજ નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને પ્રિવેન્ટિવ હેલ્થકેરને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો હતો.

આ પ્રસંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદના ઝોનલ ડિરેક્ટર શ્રી રમણ ભાસ્કરે જણાવ્યું હતું કે, “સ્ટર્લિંગ હોસ્પિટલ્સ માટે આરોગ્યસેવાનો અર્થ માત્ર દર્દીઓની સારવાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજને વધુ સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો પણ છે. વર્લ્ડ હાર્ટ ડે વૉકાથોન દ્વારા અમે લોકોને એક મંચ પર લાવી હૃદયના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હૃદયરોગના મોટા ભાગના કેસો યોગ્ય જાગૃતિ, સમયસર તપાસ અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા અટકાવી શકાય છે. અમારો પ્રયાસ એવો સમાજ બનાવવાનો છે, જ્યાં પ્રિવેન્શન જીવનશૈલીનો અભિન્ન ભાગ બને અને હૃદયનું આરોગ્ય દરેક વ્યક્તિ અને પરિવારની સામૂહિક જવાબદારી બને.”

વૉકાથોનની શરૂઆત ઊર્જાસભર ઝુંબા સેશનથી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સ્થળ પર આરોગ્ય તપાસ માટે વિશેષ હેલ્થ ચેક-અપ કાઉન્ટર્સ પણ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં બ્લડ પ્રેશર સહિતના જરૂરી હેલ્થ પેરામીટર્સની તપાસ અને આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર રૂટ દરમિયાન પીવાના પાણી અને હાઇડ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જ્યારે વૉક પૂર્ણ થયા બાદ સહભાગીઓને હેલ્ધી રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યા હતા.

તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં હૃદય સંબંધિત ઇમરજન્સીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઓછી ઉંમરના લોકોમાં પણ હૃદયરોગના જોખમમાં વધારો નોંધાતા નિષ્ણાતો નિયમિત આરોગ્ય તપાસ, જોખમનું સમયસર મૂલ્યાંકન, સંતુલિત આહાર, નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગ્રુપ મેડીકલ ડિરેકટર ડૉ. પ્રસાદ મુગલીકર એ જણાવ્યું હતું કે, “હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓ શરૂઆતમાં કોઈ સ્પષ્ટ લક્ષણો આપતી નથી અને ગંભીર સ્થિતિ સર્જાય ત્યારે જ તેની જાણ થાય છે. નિયમિત હેલ્થ ચેક-અપ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની તપાસ તેમજ સમયસર તબીબી સલાહ લેવી ગંભીર જટિલતાઓને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રિવેન્ટિવ હેલ્થકેર અંગે જાગૃતિ વધારવી એ હૃદયરોગનો બોજ ઘટાડવા માટે અત્યંત જરૂરી છે.”

સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રી અશ્વિન ગુડસૂરકરે જણાવ્યું હતું કે, “આજની ઝડપી જીવનશૈલીમાં ઘણા લોકો સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવે છે. જીવનશૈલી સાથે જોડાયેલી આ નાની લાગતી બાબતો લાંબા ગાળે હૃદયના આરોગ્ય પર ગંભીર અસર કરી શકે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં અમે માનીએ છીએ કે જાગૃતિ અને પ્રિવેન્શન હૃદયરોગનો બોજ ઘટાડવા તથા વધુ સ્વસ્થ સમાજના નિર્માણ માટેના પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલાં છે.”

કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોના લોકોના ઉત્સાહભેર સહભાગથી હૃદયના આરોગ્ય અંગે સકારાત્મક સંવાદનું વાતાવરણ સર્જાયું હતું. વર્લ્ડ હાર્ટ ડે વૉકાથોન 2026 સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા કાર્ડિયોવાસ્ક્યુલર આરોગ્ય, સમયસર નિદાન, પ્રિવેન્ટિવ કેર અને યોગ્ય સમયે સારવાર અંગે જાગૃતિ ફેલાવવાના સતત પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહી હતી, સાથે જ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી હૃદયને તંદુરસ્ત રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here