
અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ કેમ્પસ ખાતે છ દિવસીય ફેકલ્ટી મેન્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ ફેકલ્ટી સભ્યોને રાજ્યમાં વિદ્યાર્થી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સશક્ત બનાવવાનો છે.
ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, ગાંધીનગર કેમ્પસ ખાતે છ દિવસીય ફેકલ્ટી મેન્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ ફેકલ્ટી સભ્યોને રાજ્યમાં વિદ્યાર્થી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સશક્ત બનાવવાનો છે.
આ કાર્યક્રમની જાહેરાત માનનીય ઉચ્ચ શિક્ષણ મંત્રીએ ગયા મહિને ઈડીઆઈઆઈની મુલાકાત દરમિયાન કરી હતી અને તેને ઔપચારિક રીતે 5 સપ્ટેમ્બરના રોજ ભુવનેશ્વરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ શિક્ષણ વિભાગે પ્રથમ તબક્કા માટે 40 ફેકલ્ટી સભ્યોની પસંદગી કરીને તેમને તાલીમ માટે ઈડીઆઈઆઈ, ગાંધીનગર મોકલ્યા હતા.
કાર્યક્રમનું સમાપન દરેક ફેકલ્ટી સભ્ય દ્વારા વ્યક્તિગત કાર્ય યોજનાની રજૂઆત સાથે થયું, જેમાં તેમણે પોતપોતાની સંસ્થાઓમાં અમલમાં મૂકવામાં આવનારી પહેલોની રૂપરેખા રજૂ કરી. તેનો મુખ્ય ઉદ્દેશ કેમ્પસોને વિદ્યાર્થી ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે તૈયાર કરવાનો છે, જેથી રોજગારનું સર્જન કરનારા યુવાનો તૈયાર થાય અને વિકસિત ઓડિશાના લક્ષ્યને સાકાર કરી શકાય.
આ પ્રસંગે ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ કહ્યું, “આ કાર્યક્રમ સરકારી સંસ્થાઓમાં મોટા પાયે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો માર્ગ મોકળો કરશે. તેના વાસ્તવિક લાભાર્થીઓ વિદ્યાર્થીઓ અને સમગ્ર ઇકોસિસ્ટમ હશે.”
ઈડીઆઈઆઈએ અગાઉ ઉત્તરાખંડ, ગોવા અને ગુજરાત સરકારો માટે પણ આ પ્રકારની પહેલોમાં સહયોગ આપ્યો છે.
