Wednesday, July 22, 2026
HomeGujaratરમેશ ઓઝાએ કહ્યું 'કેટલાક લોકોએ નવા ભગવાન, કથાઓ ઊભી કરી અને પરાણે...

રમેશ ઓઝાએ કહ્યું ‘કેટલાક લોકોએ નવા ભગવાન, કથાઓ ઊભી કરી અને પરાણે પુરાણ સાથે જોડી છે’

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

મોરારીબાપૂએ લાડુડી ખાઈને નીલકંઠ ન થવાય તેવું નિવેદન કર્યું. એ પછી સ્વામીનારાયણ સંપ્રદાયમાં વિરોધ વંટોળ ઊભો થયો હતો. વિરોધ વંટોળ બાદ શનિવારે મોરારીબાપૂએ માફી તો માંગી પણ કયા પરિપ્રેક્ષ્‍યમાં તે વિશે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.

આ વિવાદ વચ્ચે રવિવારે સ્વામીનારાયણ સંપ્રદાયના વિશ્વવલ્લભ સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં આ સ્વામી દલિત સમુદાય માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. મોરારીબાપુના જ વિવાદના મધપૂડા પછી અચાનક જ કેમ વિવિધ સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય વધે તેવા પ્રકારના વીડિયો ફૂટી નીકળ્યા છે તે સંજોગોવસાત્ છે કે કેમ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં જ ગોંડલના શ્રી રામજી મંદિરે ચાલી રહેલી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે મેઘાવી માહોલ વચ્ચે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની હાજરીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. દેશ-વિદેશમાંથી શ્રોતાઓ ઉમટ્યા હતા. ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી દંભી પાખંડી લોકોની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને કટાક્ષમાં જણાવ્યું હતું કે જ્યાં વેદ પ્રામાણ્ય નહીં તેનો સ્વીકાર થતો નથી, લોક શાસ્ત્રાર્થમાં પણ વેદ પ્રામાણ્ય જોઈએ. દલીલો કે તર્ક થઈ શાસ્ત્રાર્થ થતું નથી. કેટલાક લોકોએ તો કેટલાક નવા ભગવાન, કેટલાક નવા માતાજી, કેટલાક નવા દેવતા, કેટલીક નવી કથાઓ ઉભી કરી છે, જબરજસ્તીથી તેનું પુરાણ સાથે કનેક્શન બેસાડી દેવામાં આવે છે.

જીવતા અને મરતા આપણને ભાગવત શીખવાડે છે
ભાઇશ્રીએ વધુમાં કહ્યું હતું કે, આપણા ધર્મની આ અવ્યવસ્થા છે, ક્યારેક તો એવું લાગે છે કે આપણે ગોડ મેન્યુફેક્ચરીંગ કંપની થઈ ગયા છીએ. વેદને જે ન સ્વીકારે તે નાસ્તિક છે, આપણો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. જીવતા અને મરતા આપણને ભાગવત શીખવાડે છે. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાંથી છટકવું જો માણસ સમજી લે તો તેણે ક્યાંય ભટકવું ન પડે, કરોળિયાની જેમ ઝાડુ કરાય, રેશમના કીડાની જેમ નહીં, નહીંતર આપણી રચના સંસાર જ આપણને ખાઈ જાય, તમારો ધંધો તમને દોડાવ્યા કરે છે, તમે શેઠ છો પણ શાંતિથી ખાવા નથી બેસી શકતા, આ આપણી રચનામાં જ આપણે ફસાઈ ગયા છીએ.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here