Monday, October 12, 2026
HomeRelationship37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO કે સબ ડીએફઓ...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO કે સબ ડીએફઓ કોઇ અધિકારી હાજર ના રહ્યાં?

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજપીપળા તા 1,
37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની સેવા કરનાર નાના કર્મચારીને વિદાય આપવાનર્મદા વન વિભાગનો એક પણ ઉપરી અધિકારી હાજર ન રહ્યાં એનાથી કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સામાજિક વનીકરણ રેન્જ રાજપીપળાના ઝરીયા રાઉન્ડમાં ફરજ બજાવતા કર્મચારી રાજેશભાઈ.કે. વસાવા (વનપાલ) પોતાની સેવાના 38વર્ષ પુર્ણ થતા નિવૃત્ત થયા , ગુજરાત વનવિભાગ માં તેમણે સતત 37 વર્ષ ફરજ બજાવી.નિવૃતિ પછી નું તેનું જીવન આરોગ્યમ,સુખ શાંતિ અને સમૃદ્ધિથી પસાર થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરવા અને વિદાય સમારંભ યોજાયો હતો એમાં ગણ્યા ગાંઠ્યા કર્મીઓ ઉપસ્થિત રહ્યાં.
30 જૂને રાજપીપળા સામાજિક વનીકરણ રેન્જ ખાતે રેન્જના સ્ટાફ દ્વારા તેમનો વિદાય સમારંભ યોજાયો હતોએમાં કર્મીઓ ભાવુક પણ થયા. પરંતુ દુઃખની વાત એ છે કે જે માણસે પોતાના 37 વર્ષ વનવિભાગને આપ્યા એના વિદાય પ્રસંગે કોઈ અધિકારીએ એક મિનિટ પણ સમય ન ફાળવ્યો? શું નિવૃત્ત થનારા વ્યક્તિ માટે વનવિભાગ પાસે પોતાના વિદાય સમારંભમાં અધિકારી હાજર રહે એટલી પણ આશા ન રાખી શકે.?
37 વર્ષ સુધી વનવિભાગની સેવા કરવા કોઇ અધિકારીને પાંચ મિનિટનો પણ સમય ના મળ્યો એ જાણી નાના કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી.
વન અધિકારીઓના હાથ પગ કહો કે મોરના પિંછા કહી શકાય એવા નાના કર્મીઓની કદર જયારે ના થાય ખાસ કરીને 37 વર્ષ સુધીસેવા આપનાર કર્મચારી જયારે નિવૃત્ત થવાનો હોય ત્યારે એમને વિદાય આપવા, તેમની કારકિર્દીને બિરદાવવાંના બે શબ્દો કહેવાનો સમય મળે ના ત્યારે અન્ય કર્મચારીઓમાં પણ મોટા અધિકારીઓ પ્રત્યેનું માન ઉતરી જતું હોય છે. અને એની વિપરીત અસર એના કામ પર પડી શકે છે.
આજે મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને સાચવતા હોય છે કારણ કે કંપનીની પ્રગતિના મૂળમાં પાયાના કર્મચારીઓ જ હોય છે બોસ આવા કર્મીઓને બોનસ, ગિફ્ટ અને અન્ય સુવિધાઓ પણ આપી કર્મચારીઓનું મનોબળ વધારતા હોય છે.એની સીધી અસર કંપની પ્રગતિ પર સારી અસર થતી હોય છે.કંપનીનો પ્રોફિટ અને વિકાસ પાછળ આ નાના કર્મચારીઓ જ હોય છે.
ત્યારે નર્મદાના ગેરહાજર રહેલા અધિકારીઓ આર એફ ઓ, સબ ડીએફઓ,ડીએફઓએ કે એસીએફ જેવા અધિકારીઓએ પણ શીખવાની અને યાદ રાખવાની જરૂર છે કે નાના નાના કર્મચારીઓની કદર કરવી, એમના વિદાય સમારંભમાં હાજરી આપી એની સેવાને બિરદાવવી જોઈએ.મોટા અધિકારી ઓ અને સરકારની સરભરામા વ્યસ્ત અધિકારીઓ જયારે પોતાના જ નાના પાયાના કર્મચારીઓને ભૂલી જાય છે ત્યારે આવા અધિકારીઓની પડતીની નિશાનીની શરૂઆત થઈ જતી હોય છે.શું આ નાનકડી ઘટનાઓમાંથી મોટા અધિકારીઓ કઈ શીખશે ખરા?

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here