Sunday, June 28, 2026
HomeIndia

India

ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન

શ્રીનગર: ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇના મોતને પગલે સમગ્ર વિશ્વમાં શિયા મુસ્લિમોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી છે....

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીમાં ₹2,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો 

પુડુચેરી: પુડુચેરીની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ₹2,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે, તેમણે કહ્યું કે પુડુચેરીની મુલાકાત...

નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતાં 17 થી વધારે શ્રમિકોના મોત, 18 ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના નાગપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એસબીએલ એનર્જી લિમિટેડ (SBL Energy Limited) માં એક ભીષણ વિસ્ફોટ થયો છે. આ દર્દનાક અકસ્માતમાં...

ઉપસ્થિતિનું ચલણઃ રેમન્ડની લેટેસ્ટ કમ્પ્લીટ મેન ઝુંબેશે પિતૃત્વની લાગણીને પુનઃવ્યાખ્યાયિત કરી

 ભારતની ટોચની સ્વદેશી ટેક્સટાઈલ, એપરલ અને રિટેલ બ્રાન્ડ રેમન્ડ લાઈફસ્ટાઈલે ભાવનાત્મક-આધારિત પ્રતિષ્ઠિત ઝુંબેશની લાંબી સીરિઝમાં ઉમેરો કરતાં "ધ કમ્પ્લીટ મેન" ની નવી ઝુંબેશ શરૂ કરી છે. "હોમકમિંગ" નામની નવી વિજ્ઞાપન ફિલ્મ આધુનિક માણસ દ્વારા કરવામાં આવેલી પસંદગીઓને સુંદર રીતે કેદ કરે છે. જે સહાનુભૂતિ, સંતુલન અને હાજરીને પ્રતિબિંબિત કરે છે. સતત કનેક્ટિવિટી અને ઘટતા ધ્યાનના માહોલમાં સૌથી મોંઘી લકઝરી 'સમય' હોવાનો અનુભવ કરાવે છે. આ લેટેસ્ટ સર્જનાત્મકતા સાથે રેમન્ડ જૂના હંમેશા વ્યસ્ત રહેતાં પ્રદાતાને વધુ પ્રગતિશીલ, લાગણીશીલના મૂળ આદર્શ સાથે તબદીલ કરી પુરૂષત્વની વિકસિત કથાને પ્રદર્શિત કરવાનું ચાલુ રાખે છે. આ ફિલ્મ ખાસ કરીને આધુનિક પિતાની વાત કરે છે, જે ફક્ત કમાણી કરતાં પુરૂષમાંથી પરિવારની સંભાળ રાખનારા, વ્હાલ સાથે પોષણ કરતા પુરૂષ તરફ પરિવર્તન દર્શાવે છે. આ ઝુંબેશ આજથી ભારતના અગ્રણી OTT પ્લેટફોર્મ મારફત પોતાના વર્ચસ્વને જાળવી રાખવા માટે સજ્જ છે. ઓમ્નીકોમ દ્વારા નિર્મિત આ વિજ્ઞાપનની ફિલ્મ T20 વર્લ્ડ કપની અંતિમ 10 મેચો દરમિયાન રજૂ થશે, જે જિઓહોટસ્ટાર પર રાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ખેંચશે. આધુનિક પિતૃત્વના આ સંદેશને વધુ મજબૂત બનાવતા આ ઝુંબેશ દેશભરમાં 1,300થી વધુ સિનેમા સ્ક્રીન્સ પર મોટાપાયે રોલઆઉટ થવા સાથે સિલ્વર સ્ક્રીન પર ટ્રાન્ઝિશન કરશે. આ સિનેમેટિક હાજરી વ્યૂહાત્મક રીતે નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં સંભવિત બ્લોકબસ્ટર ફિલ્મ- ટોક્સિક અને ધુરંધર 2ના રીલિઝ સમયે 19 માર્ચના રોજ તેમજ આઠ માર્ચના રોજ રેમન્ડ લાઈફસ્ટાઇલના ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થવાની અપેક્ષા છે. આ ઝુંબેશને એક મજબૂત મીડિયા યોજના દ્વારા વેગ આપવામાં આવશે. જેમાં હાઈ- ફ્રિકવન્સી  ડિજિટલ CTV જાહેરાત અને દેશભરમાં લગભગ 100 આઉટડોર સાઇટ્સ સમાવિષ્ટ છે. આ લેટેસ્ટ વિજ્ઞાપન ફિલ્મમાં એક વ્યક્તિ લાંબા અને કંટાળાજનક થકવી દેનારા દિવસ બાદ પોતાના ઘરે પરત ફરે છે, જે હજુ પણ ઓફિસના કામોમાં વ્યસ્ત છે. પરંતુ એક નાની, નિર્ણાયક ક્ષણમાં તે ફક્ત તેના ફોનથી જ નહીં, પરંતુ તેના કામથી પણ ડિસ્કનેક્ટ થવાનું પસંદ કરે છે. જેમાં તે પોતાના પરિવાર માટે હાજર રહેવાની તેની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકામાં પ્રવેશ કરે છે. પિતાના રમતિયાળ, હૂંફાળા પ્રેમ અને મૈત્રીપૂર્ણ વ્યક્તિત્વને દર્શાવવામાં આવ્યું છે જેમાં એક કમ્પ્લીટ મેન લાંબા કામકાજી દિવસ બાદ પોતાના બાળકો સાથે મળી રમે છે, પ્રેમભરી ક્ષણો માણે છે અને ઘરમાં આનંદ પ્રસરાવે છે. આ વિજ્ઞાપન યાદ અપાવે છે કે સંપૂર્ણતા ફક્ત સફળતામાં જ નહીં, પરંતુ ક્યારે થોભાઈ જવામાં અને કોના માટે થોભાવું તે જાણવામાં પણ રહેલી છે. આ લેટેસ્ટ ફિલ્મ વિશે માહિતી આપતાં રેમન્ડ લાઈફસ્ટાઈલ લિ.ના સીઈઓ સત્યાકી ઘોષે જણાવ્યું હતું કે, “ભારતમાં પુરુષ હોવાની કલ્પનામાં ગહન પરિવર્તન આવી રહ્યું છે અને ‘ધ કમ્પ્લીટ મેન’ ઝુંબેશ હંમેશા સમાજમાં બદલાતા ઘોરણોનું પ્રતિબિંબ બની રહી છે. સુંદરતાનું ઉદાહરણ હવે લાગણીશીલ બુદ્ધિ દ્વારા માપવામાં આવે છે, અમારી આ લેટેસ્ટ એડ ફિલ્મ સરળ હાવભાવ રજૂ કરતી શૈલી છે જે તેમના વ્યક્તિત્વના પ્રેમાળ પરિમાણને દર્શાવે છે. તે રેમન્ડ બ્રાન્ડના મુખ્ય મૂલ્યો અને લાખો ભારતીયો સાથે પડઘો પાડતી અમારી અજોડ ઓફરોનું મિશ્રણ છે.” આ સર્જનાત્મક કોન્સેપ્ટ અંગે ઓમ્નીકોમના ગ્રોથ-સ્ટ્રેટેજી-પ્રેસિડન્ટ અને મેનેજિંગ પાર્ટનર સાદ ખાને જણાવ્યું હતું કે, “કમ્પ્લીટ મેન હંમેશા દુનિયા સાથે વિકસિત થયો છે, તેમ  છતાં તેના મૂળમાં તો તે એ જ મૂળભૂત સિદ્ધાંતને વળગી રહ્યો છે અને તેનું પાલન કર્યું છે કે સફળતા સહાનુભૂતિ, કરુણા અને પરિવારની સંભાળ રાખવા પર આધારિત છે. આ ઝુંબેશ આ પ્રતિષ્ઠિત બ્રાન્ડની સફરમાં મહત્ત્વનું પગલું છે જે આજના સમયમાં કમ્પ્લીટ મેન બનવાનો અર્થ શું છે, તેને પુનઃ વ્યાખ્યાયિત કરે છે.”

મલબાર ગ્રુપે માઇક્રો લર્નિંગ સેન્ટર્સને વધુ પ્રદેશોમાં વિસ્તાર્યા

મલબાર ગ્રુપ શેરી બાળકોના પુનર્વસન અને તેમને ઔપચારિક શિક્ષણમાં પાછા લાવવા માટે તેના વર્તમાન પ્રયાસોના ભાગરૂપે તેના માઇક્રો લર્નિંગ સેન્ટર્સ (એમએલસી)ને અન્ય રાજ્યો અને પ્રદેશોમાં...

હિલહાઉસ સૌથી વિશાળ પ્રાઈવેટ ઈન્ડિપેન્ડેન્ટ પ્યોર-પ્લે એન્જીયનિરિંગ સર્વિસ કંપની ક્વેસ્ટ ગ્લોબલમાં રોકાણ કરશે

સૌથી મોટી પ્રાઈવેટ ઈન્ડિપેન્ડેન્ટ પ્યોર-પ્લે એન્જીનિયરિંગ સર્વિસ કંપની ગ્વેસ્ટ ગ્લોબલ અને વિશ્વની અગ્રણી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ પૈકની એક અગ્રણી હિલહાઉસ ઈન્વેસ્ટમેન્ટ ("હિલહાઉસ")એ આજે જાહેરાત કરી...

રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના ‘મોહમ્મદ દીપક’ને લગાવ્યા ગળે

ઉત્તરાખંડના કોટદ્વારમાં હાલમાં જ ચર્ચામાં આવેલા જિમ સંચાલક દીપક કુમાર ઉર્ફે ‘મોહમ્મદ દીપક’ની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુલાકાત લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read