Friday, July 17, 2026
HomeMumbai

Mumbai

મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટના: ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત

હારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ...

ગોદરેજ એગ્રોવેટે મહારાષ્ટ્રમાં કપાસ ઉગાડતા નવ જિલ્લામાં 5,000થી વધુ મહિલા ખેડૂતોને સશક્ત કરવા મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન સાથે હાથ મિલાવ્યા

અગ્રણી એગ્રી-બિઝનેસ કંપની ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે (Godrej Agrovet) આજે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (MSRLM-UMED) સાથે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ ખેડૂતોને સશક્ત બનાવવાનો અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. આ સહયોગ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2026ના વર્ષને “આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ” (IYWF 2026) તરીકે મનાવવાના સંદર્ભ સાથે જોડાયેલો છે, જે કૃષિ-આહાર પ્રણાલિમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે અને જાતિય અંતરને ઘટાડવા તેમજ આજીવિકાને મજબૂત બનાવવા માટે પગલાં લેવા આહ્વાન કરે છે. ત્રણ વર્ષીય આ ભાગીદારી હેઠળ સ્વ-સહાય જૂથો (SHGs) અને મહિલા ખેડૂતોને ગુડ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસીસ (GAP) (સારી કૃષિ પદ્ધતિઓ) અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ (IPM) અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેના દ્વારા ખેતીની ઉત્પાદનક્ષમતા વધશે અને મજબૂત તથા સ્થાયી આજીવિકા ઊભી થશે. કાર્યક્રમના પ્રથમ વર્ષમાં કપાસ ઉગાડતા મહારાષ્ટ્રના નવ મહત્વપૂર્ણ જિલ્લા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં નાગપુર, અમરાવતી, યવતમલ, વાશિમ, પરભાની, જલગાંવ, બીડ, અકોલા અને નાંદેડનો સમાવેશ થાય છે. આ તબક્કામાં 5,000થી વધુ મહિલા ખેડૂતો અને 50,000 એકરથી વધુ ખેતી જમીન આવરી લેવામાં આવશે, તેમજ દરેક જિલ્લામાં 100 સ્વ-સહાય જૂથોને જોડવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં આ પહેલને વિસ્તારીને સમગ્ર મહારાષ્ટ્રમાં 5,000થી વધુ સ્વ-સહાય જૂથોને સહાય આપવાની યોજના છે, તેમજ કપાસની સાથે મકાઈ અને અન્ય પાકો સુધી તેનો વિસ્તાર કરવાની તૈયારી છે. આ એમઓયુ હેઠળ, ગોદરેજ એગ્રોવેટ MSRLM-UMED સાથે મળીને GAP, IPM અને સલામતી સંબંધિત પ્રથાઓ પર તાલીમ વર્કશોપનું આયોજન કરશે, ખેડૂત ક્ષેત્ર શાળાઓ અને પ્રદર્શન શિબિરો ગોઠવશે તેમજ સેફ્ટી કિટ્સનું વિતરણ કરશે. MSRLM-UMED તેના સ્વ-સહાય જૂથો અને કૃષિ સખી નેટવર્ક મારફતે ખેડૂતોને જોડવાની અને સંકલન કરવાની ભૂમિકા ભજવશે, જ્યારે ગોદરેજ એગ્રોવેટ આ કાર્યક્રમને નાણાંકીય સહાય અને અમલીકરણ પૂરું પાડશે. આ ભાગીદારી અંગે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (MSRLM-UMED)ના સીઇઓ શ્રી નિલેશ સાગરે (આઈએએસ) જણાવ્યું હતું કે, “આજનો એમઓયુ અમારી ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાના મિશન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, જેમાં પાયાના સ્તરની સંસ્થાઓને મજબૂત બનાવવી અને તેમની આજીવિકા વધારવાનું મુખ્ય લક્ષ્ય છે. અમારા વ્યાપક નેટવર્ક અને ગોદરેજ એગ્રોવેટની નિપુણતાનો લાભ લઈને, અમારો આશય એ છે કે મહિલા ખેડૂતોને વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન પદ્ધતિઓથી સજ્જ કરી શકાય, જેથી તેઓ પોતાની ખેતી વધુ અસરકારક રીતે સંચાલિત કરી શકે અને ગ્રામીણ મહારાષ્ટ્રના સામાજિક-આર્થિક માળખાને મજબૂત બનાવી શકે.”

સૌથી નાની ઉંમરના ભાજપ અધ્યક્ષ બન્યા નીતિન નવીન

ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન નવીન મંગળવારે ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો પદભાર સંભાળશ. આ ક્ષણ સત્તાપક્ષના સંગઠનાત્મક નેતૃત્વ માટે એક મહત્વની ક્ષણ હશે. વડાપ્રડાન...

30 હજાર કરોડના સંપત્તિ વિવાદમાં કરિશ્મા કપૂરને નોટિસ

એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની 30 હજાર કરોડની સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદે ફરી એકવાર નવો વળાંક લીધો છે....

BMC ચૂંટણી: રાજ ઠાકરેએ ગરબડીનો આરોપ લગાવ્યો

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ ગુરુવારે મ્યુનિસિપલ ચૂંટણીઓની નિષ્પક્ષતા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જો છેતરપિંડી દ્વારા સત્તા મેળવવામાં...

વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: 16-22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન

જ્યોત ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી આગામી વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0 યોજાઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના...

સ્થિર ફૂગાવો અને આરામદાયક રાજકોષીય સ્થિતિ વચ્ચે નાણાકીય વર્ષ 26-27 મજબૂત વૃદ્ધિ હાંસલ કરે તેવી શક્યતા: કેરએજ રેટિંગ્સ

ભારતની જીડીપી વૃદ્ધિ, સ્થિસ્થાપક ઘરેલુ માંગ અને સ્થિર મેક્રો ફંડામેન્ટલ્સના ટેકાથી નાણાકીય વર્ષ 26માં 7.5%અને નાણાકીય વર્ષ27માં 7.0%ના દરે રહેશે તેવો અંદાજ કેરએજ રેટિંગ્સ સેવી રહ્યું છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read