Saturday, October 3, 2026
Homenationalમંડળ રેલ પ્રબંધક દ્વારા ધોળા–પોરબંદર રેલખંડ તથા પોરબંદર સ્ટેશનનું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ

મંડળ રેલ પ્રબંધક દ્વારા ધોળા–પોરબંદર રેલખંડ તથા પોરબંદર સ્ટેશનનું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી દિનેશ વર્માએ 11 જુલાઈના રોજ ધોળા–પોરબંદર રેલખંડનું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન રેલખંડમાં સંરક્ષા વ્યવસ્થા, સંરક્ષા સંબંધિત કાર્યોની પ્રગતિ, યાત્રી સુવિધાઓ, ટ્રેક, સિગ્નલ તથા દૂરસંચાર પ્રણાલી સહિત વિવિધ રેલવે સંપત્તિઓનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે નિરીક્ષણ બાદ મંડળ રેલ પ્રબંધકે પોરબંદર રેલવે સ્ટેશનનું પણ વિસ્તૃત નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સ્ટેશન પર તાજેતરમાં પૂર્ણ થયેલા યાર્ડ રીમોડેલિંગના કાર્યોનું સૂક્ષ્મ પરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે નવી યાર્ડ વ્યવસ્થા, સંચાલન ક્ષમતામાં થયેલા સુધારા, સંરક્ષા ધોરણોના પાલન તેમજ કાર્યની ગુણવત્તાનું અવલોકન કરીને સંબંધિત અધિકારીઓને આ સંપત્તિઓનું અસરકારક જાળવણી તથા સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપી.
મંડળ રેલ પ્રબંધકે અમૃત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશનમાં પૂર્ણ થયેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી. તેમણે યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા, સંરક્ષા, સલામતી તથા વિવિધ વિભાગો વચ્ચેના સમન્વય સંબંધિત મુદ્દાઓનું નિરીક્ષણ કર્યું.
નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓને સૂચના આપી કે યાત્રિયોને સુરક્ષિત, સુગમ અને ગુણવત્તાસભર રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંરક્ષા સંબંધિત તમામ વિકાસ તથા જાળવણીના કાર્યો નિર્ધારિત ધોરણો મુજબ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવે તેમજ રેલવે સંપત્તિઓના જાળવણી અને સુરક્ષિત સંચાલનમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવામાં આવે.
આ પ્રસંગે મંડળના વિવિધ શાખા અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here