Tuesday, October 6, 2026
HomeReligionતુલસી જયંતિની વૈશ્વિક સ્તરે ઉજવણીઃ ભારતની બહાર પહેલીવાર ઉજવણી કરાઇ

તુલસી જયંતિની વૈશ્વિક સ્તરે ઉજવણીઃ ભારતની બહાર પહેલીવાર ઉજવણી કરાઇ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ, 19 ઓગસ્ટ, 2026: પરમ પૂજ્ય મોરારી બાપૂની હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટર ખાતે નવ-દિવસીય રામકથા ‘માનસ ગુરૂ પ્રસાદ’અંતર્ગત રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસની જન્મજયંતિ એટલેકે તુલસી જયંતિની બુધવારે ઉજવણી કરાઇ હતી. આ ઐતિહાસિક કાર્યક્રમમાં પહેલીવાર ભારતની બહાર તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી એવોર્ડ્સ એનાયત કરાયા હતાં, જે વર્ષ 2010થી ગુજરાતના તલગાજરડા ખાતેથી તુલસી જન્મોત્સવ નિમિત્તે આપવામાં આવે છે.

પરમ પૂજ્ય મોરારી બાપૂ દ્વારા 16 વર્ષ પહેલાં શરૂ કરાયેલી આ પરંપરાને આગળ ધપાવતા આ કાર્યક્રમમાં એવાં લોકોને સન્માનિત કરાયા હતાં કે જેમણે ગોસ્વામી તુલસીદાસના સાહિત્યિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા તથા રામકથાની પરંપરાને સુરક્ષિત રાખવા, સમજાવવા અને આગળ વધારવામાં મૂલ્યવાન યોગદાન આપ્યું છે.

આ વર્ષનો રત્નાવલી એવોર્ડ હાર્વર્ડ યુનિવર્સિટીમાં લક્ષ્મી મિત્તલ એન્ડ ફેમિલી સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી ડાયરેક્ટર પ્રોફેસર ડાયના એકને પ્રસ્તુત કરાયો હતો. પ્રોફેસર ડાયના રિલિજિયસ સ્ટડી સ્કોલર છે અને તેમણે લાંબા સમય સુધી રામાયણની પવિત્ર ભૂગોળ ઉપર કામ કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં કથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ ઉપર પૂજ્ય બાપૂના સ્વાગત માટે ઓર્ગેનાઇઝિંગ ટીમ સાથે મળીને પણ તેમણે કામ કર્યું હતું.

પૂજ્ય બાપૂ માટે તુલસી જયંતિની ઉજવણીને યુનાઇટેડ સ્ટેટ્સ લઇ જવી એ સદીઓ જૂની ભારતીય સાહિત્યિક અને આધ્યાત્મિક પરંપરાને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવાની પણ એક રીત છે. હાર્વર્ડ ખાતે મેમોરિયલ હોલમાં ઉજવણીમાં આધ્યાત્મિક ગુરૂ, વિદ્વાનો, કથાકાર, સંગીતકાર, કલાકાર અને એકેડેમિક કમ્યુનિટીના સદસ્યો એકત્રિત થયાં હતાં, જે વિવિધ સંસ્કૃતિઓ અને વિષયોમાં રામાયણ અને રામચરિતમાનસમાં રૂચિ દર્શાવે છે.

પૂજ્ય બાપૂએ વર્ષ 2010માં તુલસી જયંતિ પ્રોગ્રામનો પ્રારંભ કર્યો હતો કે જેથી રામકથા અને રામચરિત માનસની પરંપરાગને સુરક્ષિત રાખવામાં, પ્રસાર કરવામાં અને આગળ લઇ જવામાં મૂલ્યવાન યોગદાન આપનાર મહાનુભાવોની ઓળખ કરીને તેમનું સન્માન કરી શકાય. દર વર્ષે તુલસી જન્મોત્સવમાં સંતો, વિદ્વાનો, કથાકારો અને મહાનુભાવો ગુજરાતના તલગાજરડા ખાતે એકત્રિત થાય છે. વર્ષ 2026માં આ પ્રોગ્રામ યુએસએ પહોંચ્યો છે, જ્યાં તુલસી જન્મોત્સવની પરંપરાને વૈશ્વિક સમુદાય સમક્ષ પ્રસ્તુત કરાઇ છે.
આ પ્રતિનિધિમંડળમાં પૂજ્ય માં મંદાકિનીજી (અયોધ્યા), પૂજ્યશ્રી ભુપેન્દ્રભાઇ પંડ્યાજી, પૂજ્ય દેવી ચિત્રલેખાજી, શ્રી ઉમા શંકર શર્મા, જગતગુરૂ શ્રી રામકમલદાસ વેદાંતજી મહારાજ (વારાણસી) સહિતના મહાનુભાવનો સમાવેશ થાય છે.

હાર્વર્ડમાં તુલસી જયંતિની ઉજવણી તુલસીદાસની વાર્તા, કાવિતા અને આધ્યાત્મિક વિચારોને નવા દર્શોક સમક્ષ પ્રસ્તુત કરવાના નવા પ્રકરણની શરૂઆત છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here