Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં એક સાથે 74 મુમુક્ષોની વર્ષીદાન યાત્રા જયનાદથી ગુંજી ઉઠી

અમદાવાદમાં એક સાથે 74 મુમુક્ષોની વર્ષીદાન યાત્રા જયનાદથી ગુંજી ઉઠી

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

આ તમામ મુમુક્ષો આગામી 29 નવેમ્બરે સુરતમાં દીક્ષાગ્રહણ કરીને સુવર્ણ ઇતિહાસ રચશે. 74 મુમુક્ષો સંસારના મોહ માયા છોડીને પ્રભુ માર્ગે ચાલશે.

અમદાવાદઃ સુરતમાં દીક્ષા (Initiation) લઇ રહેલા 74 મુમુક્ષુોનો વર્ષીદાનનો વરઘોડો અમદાવાદ શહેરમાં રવિવારે યોજાયો. જૈન સમુદાયના 74 દીક્ષાર્થીઓનું અમદાવાદમાં આગમન થતાં સમસ્ત જૈન સમાજમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. દર્શનીય અને ઐતિહાસિક શોભાયાત્રાનું પ્રસ્થાન મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરાવ્યું. આ તમામ મુમુક્ષો આગામી 29 નવેમ્બરે સુરતમાં દીક્ષાગ્રહણ કરીને સુવર્ણ ઇતિહાસરચશે. 74 મુમુક્ષો સંસારના મોહ માયા છોડીને પ્રભુ માર્ગે ચાલશે. જૈન શાસનના વિજયમાર્ગની વિજયધ્વજા લહેરાવતી અનેક વિશષ્ટિતાઓ સાથે ભવ્ય વર્ષીદાનનો વરઘોડો સવારે 10 કલાકે અમદાવાદ શહેરના ઉસ્માનપુરાથી રવાના થયો.

આ વરઘોડો સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચ્યો હતો. અહીંથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ.આ શોભાયાત્રા શરૂ થાય તે પહેલા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તમામ દીક્ષાર્થીઓને મળ્યા હતા. ત્યારબાદ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્ય મંત્રીએ આ પ્રસંગે સાધુ-સંતોના આશીર્વાદ પણ લીધા.આ વરઘોડામાં 74 મુમુક્ષો માટે ભવ્ય રીતે તૈયાર કરેલી શિબિકાઓ, આકર્ષક ટેબ્લો, દેશભરમાંથી આવેલી મંડળીઓ અને મોટો સાધુ સમુદાય પણ જોડાયો હતો. સંગીત, કીર્તન, ચારિત્ર ધર્મના મર્મને ઉજાગર કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહ્યા હતા.દીક્ષાર્થીઓના જયનાદથી નારણપુરા વિસ્તાર ગુંજી ઉઠ્યો. કહેવાય છે કે, અમદાવાદના જૈન શાસનના ઇતિહાસમાં આ વર્ષીદાનનો વરઘોડો સુવર્ણ અક્ષરે અંકિત થશે. હવે આગામી 27 ઓક્ટોબરે હિંમતનગરમાં તમામ મુમુક્ષોનો વર્ષીદાનનો વરઘોડો યોજાશે.હિંમતનગરના ભાવેશ ગીરીશભાઈ ભંડારીના દીકરા ભવ્ય અને દીકરી વિશ્વાકુમારી પણ દીક્ષા લઈ રહ્યા છે. જેને લઈ હિંમતનગર જૈન સમાજમાં પણ ઉત્સાહનો માહોલ છે. ત્યારબાદ 29 નવેમ્બરે સુરતના શાંતિવર્ધક જૈન સંઘ પાલ ખાતે સૂરિ જિન સંયમ કૃપા પાત્ર જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજીની નિશ્રામાં એક સાથે 74 મુમુક્ષો દીક્ષા લઈ સંસારનો ત્યાગ કરશે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here