Sunday, October 4, 2026
HomePoliticsભારતની સેના એક દિવસમાં મણિપુરમાં શાંતિ લાવી શકે છે, પરંતુ તમે ઈચ્છતા...

ભારતની સેના એક દિવસમાં મણિપુરમાં શાંતિ લાવી શકે છે, પરંતુ તમે ઈચ્છતા નથી : લોકસભામાં રાહુલ ગાંધી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવી દિલ્હી : સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બીજા દિવસે ચર્ચા થઈ રહી છે જેમા સાંસદ પદ પરત મળ્યાં બાદ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભામાં બોલી રહ્યાં છે. મણિપુર મામલે મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ મામલે રાહુલ ગાંધીની સ્પીચનો જવાબ આપતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મણિપુર ભારતનો અભિન્ન અંગ છે. તેમણે આ દરમિયાન કાશ્મીરી પંડિતો, 1984ના શીખવિરોધી રમખાણો, મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મના વિવિધ મામલાઓ ઊઠાવીને તેમને જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવતા મોદી સરકાર સામે નિશાન તાક્તા કહ્યું કે તમે લોકોએ મણિપુરમાં હિન્દુસ્તાન, ભારત માતાની હત્યા કરી છે. તમે ભારતની સુરક્ષા કરનારા નથી પણ તમે તેમના હત્યારા છો. ભારતીય સૈન્ય એક જ દિવસમાં મણિપુરમાં શાંતિ લાવી શકે છે પરંતુ તમે તેનો ઉપયોગ કરતાં નથી. હું મોદીજીને એટલું કહીશ કે તેઓ હિન્દુસ્તાનની અવાજ નથી સાંભળતા તો કોનો અવાજ સાંભળે છે. તેમણે રાવણનું ઉદાહરણ આપતાં કહ્યું કે રાવણ ફક્ત બે લોકોની સાંભળતો હતો. એ જ રીતે મોદીજી પણ બે જ લોકોનું જ સાંભળે છે. રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવતા સત્તાપક્ષ સામે આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે આ લોકોની રાજનીતિએ જ મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે. રાહુલ ગાંધીએ આ દરમિયાન બે ઉદાહરણો પણ આપ્યા હતા જેમાં બે મહિલાઓએ તેમની આપવીતી વર્ણવી હતી. ભારત એ એક અવાજ છે. જો આપણે તેને સાંભળવું હોય તો આપણે અહંકારને ભૂલવું પડશે. તેમણે કહ્યું કે હું થોડા દિવસ પહેલા મણિપુર ગયો હતો પણ આપણા વડાપ્રધાન ન ગયા. કેમ કે તેમના માટે તે હિન્દુસ્તાનનો ભાગ નથી. રાહુલ ગાંધીએ આ દરમિયાન એક ખેડૂતનો કિસ્સો શેર કર્યો. જેમાં કહ્યું કે એક ખેડૂત મને મળ્યો હતો. તેણે મને રુ નો બંડલ આપ્યો. તેણે કહ્યું કે મારી પાસે આ જ રહી ગયું છે. મેં તેને પૂછ્યું કે વીમાના પૈસા મળ્યાં? તો તેણે કહ્યું કે મને વીમાના પૈસા નથી મળ્યાં. આ પૈસા ભારતના મોટા ઉદ્યોગપતિઓ ખાઈ ગયા. રાહુલ ગાંધીએ તેમની સ્પીચમાં એક આઠ વર્ષની છોકરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે છોકરીએ મને પત્ર આપ્યો. તેમાં લખ્યું હતું કે રાહુલ હું તમારી સાથે ચાલીશ. મને તેનાથી ઘણી શક્તિ મળી. મને ખેડૂતો, યાત્રામાં ચાલનારા લાખો લોકોથી શક્તિ મળી. રાહુલ ગાંધીએ લોકસભામાં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. જેના પર ફરી હોબાળો થયો હતો. તેમને બેસી જવા માટે કહી દેવાયું હતું. તેમણે કહ્યું કે હું સમુદ્ર કિનારેથી કાશ્મીરના બરફના પર્વતો સુધી ચાલીને ગયો. મારી યાત્રા હજુ પૂરી થઇ નથી. ભલે હું લદાખ ગયો નથી. હું જરૂર આવીશ. ઘણા લોકોએ મને પૂછ્યું કે યાત્રા દરમિયાન કે યાત્રા બાદ પણ કે રાહુલ તમે કેમ ચાલી રહ્યા છો? તમારું લક્ષ્ય શું છે? ત્યારે મને શરૂઆત કર્યા બાદ ધીમે ધીમે વાત સમજાવા લાગી. જે વસ્તુથી મને પ્રેમ હતો, હું જે વસ્તુ માટે હું મરવા તૈયાર છું. જે વસ્તુ માટે હું મોદીજીની જેલમાં જવા તૈયાર છું. જેના માટે મેં ગાળો ખાધી. તેને હું સમજવા માગતો હતો. પોતાના સંબોધનની શરૂઆત કરતાં રાહુલ ગાંધીએ સાંસદ પદ પરત મળવા બદલ લોકસભા સ્પીકરનો આભાર માન્યો હતો. તેમણે આ દરમિયાન અદાણીનો મામલો ઊઠાવતાં સત્તાપક્ષના સાંસદો ભડક્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે હું આજે ગૃહમાં અદાણી મુદ્દે નથી બોલવાનો. તેમની આ ટિપ્પણી સાથે જ સત્તાપક્ષના સભ્યો ભડક્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તમારે ડરવાની જરૂર નથી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here