Saturday, October 17, 2026
HomeGujaratઆવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળશે: ગીરના જંગલમાં કાગડાને લાડ લડાવી વનરાજે...

આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળશે: ગીરના જંગલમાં કાગડાને લાડ લડાવી વનરાજે શિકાર કર્યો

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ગીરના જંગલ વિસ્તારમાંથી એક રોમાંચિત વીડિયો સામે આવ્યો છે. જેમાં જંગલનો રાજા સિંહ કાગડાને લાડ લડાવ્યાં બાદ તેનો શિકાર કરે છે. આ શિકાર સમયે વાતાવરણ કાગડાઓના કાવ કાવની ગુંજી ઉઠે છે. આ વીડિયોમાં એક સાથે ત્રણેક વનરાજ એકસાથે જોવા મળે છે. વાયરલ થયેલો આ વીડીયો ગીરના જંગલનો હોવાનું અનુમાન થઈ રહ્યુ છે.

કાગડાને લાડ લડાવતાં વનરાજ

વનરાજ આગળ કાગડાની ચતુરાઇ ન ચાલી
ગીર જંગલમાં સિંહ સહિતના તમામ પ્રાણીઓ શિકાર કરતા હોવાની ઘટના રોજીદી બનતી હોય છે, પરંતુ જ્યારે જંગલના રાજા સિંહ શિકાર કરતા હોય તેવા દ્રશ્યો કોઈ કેમેરામાં કેદ કરે તે જોવાનો અનેરો લ્હાવો હોય છે. હાલ સોશિયલ મીડિયામાં સિંહ શિકાર કરતો હોય એવો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 52 સેકન્ડનો છે. જેમાં જંગલ વિસ્તારમાં પીવાના પાણીના કુંડ આસપાસ ત્રણેક સિંહો આરામ કરતા જોવા મળે છે. ત્યારે ત્યાં કાગડો પહોંચતા જ એક સિંહ તેના પંજા રાખી કાગડાને લાડ લડાવે છે. એ સમયે કાગડો ચતુરાઈ પૂર્વક ઉડવા પ્રયાસ કરે છે, ત્યારે બીજો સિંહ ત્યાં દોડી આવી કાગડાને પંજા નીચે દાબી દેવા પ્રયાસ કરે છે. જોકે, પહેલાંથી રમત કરી રહેલો સિંહ કાગડાનો શિકાર કરી મોઢામાં લઈ દુર ભાગી જાય છે. એ સમયે જ ત્યાં આકાશમાં અને ઝાડ પર રહેલા અન્ય કાગડાઓની કાવ કાવની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે. જોકે તેની કોઈ અસર સિંહને થતી નથી.

કાગડાનો શિકાર કરી એક સિંહ દુર જતો રહ્યો

આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે
આમ, સિંહ પરીવારની કાગડા સાથે પહેલા રમત અને બાદમાં શિકાર કર્યાના રોચક દ્રશ્યો કોઈએ કેમેરામાં કેદ કરી લીધા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને લોકો ઉત્સુકતાથી નિહાળી રહ્યા છે. આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here