Friday, June 26, 2026
HomeGujaratAhmedabadકોરોનાની બીજી લહેર ધીમી પડી, અમદાવાદ સિવિલમાં 50 ટકા દર્દીઓ ઘટ્યા

કોરોનાની બીજી લહેર ધીમી પડી, અમદાવાદ સિવિલમાં 50 ટકા દર્દીઓ ઘટ્યા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે, પરંતુ હજી સાવચેતી જરૂરી છે, કારણ કે કેસોની સંખ્યામાં હજી જોઈએ એવો ઘટાડો નથી થયો

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ હતી. આ લહેરમાં ગામડાંમાં વધારે પ્રમાણમાં કોરોના ફેલાયો હતો. હવે આ લહેર ધીમી પડતાં ખાસ કરીને ડૉક્ટરો તથા પેરા મેડિકલ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે શહેરમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 55 ટકા બેડ ખાલી થયાં છે ગત 25 એપ્રિલે અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો પાંચ હજારને આંબી ગયો હતો, જે હવે ઘટીને એક હજાર પર આવી ગયો છે. બીજી તરફ શહેરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહથી એકપણ નવો ઝોન ઉમેરાયો નથી. જ્યારે મોતની સંખ્યા પણ સિંગલ ડિજિટમાં જોવા મળી રહી છે. એક સમયે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવાનાં ફાંફાં હતાં ત્યાં આજે 55 ટકા બેડ ખાલી પડ્યાં છે. 6565 બેડમાંથી 2963 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં વેન્ટિલેટર સાથેનાં 392 ભરાયેલાં છે અને 36 બેડ ખાલી થયાં છે. એક સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં 108 એમ્બ્યુલન્સની દોઢ કિમી સુધી લાંબી કતારો લાગતી હતી. એમ્બ્યુલન્સનો એટલો ધસારો રહેતો હતો કે બેડના અભાવે દર્દીને એમ્બ્યુલન્સ વાનમાં જ સારવાર આપવી પડતી હતી. છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાના કેસોમાં ઘટાડો નોધાઇ રહ્યો છે. અત્યારે સિવિલ પ્રાંગણમાં 1200 બેડની મેડિસિટીમાં જ 594 બેડ ખાલી પડયાં છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here