Saturday, September 21, 2024
HomeIndiaભાજપ લોકસભા ચૂંટણીમાં કરેલી ભૂલોથી બચી રહ્યો છે : ઉમેદવારોની પસંદગીમાં અપનાવશે...

ભાજપ લોકસભા ચૂંટણીમાં કરેલી ભૂલોથી બચી રહ્યો છે : ઉમેદવારોની પસંદગીમાં અપનાવશે હવે આ ફોર્મ્યૂલા

Date:

spot_img

Related stories

Disney+ Hotstarની ધી નાઇટ મેનેજર આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્ઝ 2024માં...

Hotstar સ્પેશિયલ્સ ધી નાઇટ મેનેજર, જેનું નેત્તૃત્વ દિગ્દર્શક અને...

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...
spot_img

BJP Formula: લોકસભા ચૂંટણી 2024માં ભાજપને યુપી, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ઝટકો લાગવા પાછળ કારણ ઉમેદવારોની પસંદગી પણ માનવામાં આવી રહ્યું છે. પાર્ટીના આંતરિક રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે ભાજપે ઘણા એવા ચહેરાને રિપીટ કર્યાં હતાં, જેનાથી જનતા નારાજ હતી. જેનું પરિણામ તમામ સીટો પર હાર તરીકે જોવામાં આવ્યું. હવે ભાજપ ઉમેદવારોની પસંદગીમાં નવો પ્રયોગ કરી રહી છે અને સીધા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી રહ્યાં છે. ભાજપે રવિવારે હરિયાણામાં જિલ્લા સ્તરે સર્વે કરાવ્યા. જિલ્લા મુખ્ય કાર્યાલયોમાં મતદાન કરાવવામાં આવ્યું, જેમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને પોતાની પસંદના ત્રણ નામ લખીને આપવાનું કહેવામાં આવ્યું. આ માટે પાર્ટીએ રાજ્ય એકમ, જિલ્લા, મંડળ અને તમામ મોર્ચાના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. આ સિવાય પૂર્વ ધારાસભ્ય, સાંસદ અને સ્થાનિક સંસ્થાઓમાં પ્રતિનિધિઓએ પણ વોટિંગ કર્યું. આ નેતાઓને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં કયા ત્રણ નેતાઓને ટિકિટના દાવેદાર માને છે. આ લોકોને એક સ્લિપ આપવામાં આવી હતી, જેમાં ત્રણ નામ ભરવાની જગ્યા હતી. આ સ્લિપોમાં ત્રણેય નામ ભર્યા બાદ તેને બોક્સમાં નાખવામાં આવ્યું હતું. ભાજપના એક નેતાએ જણાવ્યું કે આવું એટલા માટે કરવામાં આવ્યું જેથી કાર્યકર્તાઓને વિશ્વાસમાં લઈ શકાય. તેઓ પોતાને પાર્ટીની રણનીતિમાં સામેલ માનીને ચાલે જેથી ચૂંટણીમાં સારી મહેનત કરે. આ પ્રક્રિયા તમામ જિલ્લામાં અપનાવવામાં આવી. પાર્ટીએ જિલ્લા મુખ્ય કાર્યાલય પર મતદાન કરાવ્યું અને વિસ્તારની તમામ બેઠકોને લઈને આ એક પ્રકારનો આંતરિક સર્વે પણ હતો. આ દરમિયાન ચૂંટણી અધિકારીઓની પણ હાજરી રહી. ભાજપ નેતાઓનું કહેવું છે કે હરિયાણાની તમામ 90 બેઠકો પર કાર્યકર્તાઓનો મત છે. ભાજપ એકલું જ તમામ બેઠકો પર ઉતરવા જઈ રહ્યું છે અને તેનું જજપાથી ગઠબંધન તૂટી ચૂક્યું છે. ગઈ વખતે પણ આ ગઠબંધન ચૂંટણી બાદ જ બનેલું હતું કેમ કે પહેલા ભાજપ એકલું જ ચૂંટણીમાં ઉતર્યું હતું પરંતુ પૂર્ણ બહુમત ન મળવા પર ગઠબંધન સરકાર બનાવી હતી.

Disney+ Hotstarની ધી નાઇટ મેનેજર આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્ઝ 2024માં...

Hotstar સ્પેશિયલ્સ ધી નાઇટ મેનેજર, જેનું નેત્તૃત્વ દિગ્દર્શક અને...

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here