Tuesday, March 10, 2026
HomeGujaratટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ શિક્ષણમાં નવા માપદંડો...

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ શિક્ષણમાં નવા માપદંડો સ્થાપે છે

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તેની શૈક્ષણિક ઓફરિંગના કેન્દ્રમાં અનુભવલક્ષી શિક્ષણ, વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વાસ્તવિક વિશ્વના ઇન્ડસ્ટ્રી એક્સપોઝરનો સમન્વય કરીને ભારતીય ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે. ગુજરાતની સૌથી પ્રગતિશીલ યુનિવર્સિટી તરીકે તે શિક્ષણ, એથ્લેટિક્સ, સ્ટ્રક્ચર્ડ મોનિટરિંગ અને ઉદ્યોગ પ્રમાણિત પ્રોગ્રામ્સ વચ્ચે ગહન સંકલન પૂરું પાડે છે.પાંચ વર્ષમાં યુનિવર્સિટી ઓફ એમિનન્સ બનવાના મહત્વાકાંક્ષી વિઝન સાથે ટીએસયુ તેની પરિવર્તનકારી 4Es ફિલોસોફી: Excellence, Economics, Employment, and Entrepreneurship દ્વારા 12,000થી વધુ વિદ્યાર્થીઓને સશક્ત કરવા જઈ રહી છે. એનઈપી 2020 સાથે સંલગ્ન તેનો વિવિધ શાખાઓનો અભ્યાસક્રમ ક્લાસરૂમ શિક્ષણ અને પ્રત્યક્ષ ઉદ્યોગ કામગીરીને એકબીજા સાથે જોડે છે. આ પ્રોગ્રામ્સ ક્રેડિટ આધારિત ઇન્ટર્નશિપ, લાઇવ કેસ સ્ટડીઝ અને નિષ્ણાંતોના નેતૃત્વ હેઠળ વર્કશોપ પૂરી પાડે છે જે વિદ્યાર્થીઓને આવતીકાલની કારકિર્દી માટે તૈયાર કરે છે.ટીએસયુ મુખ્ય ત્રણ વિશિષ્ટ સ્કૂલ્સ થકી કામ કરે છે જેમ કે મેનેજમેન્ટ, કમ્પ્યૂટર સાયન્સ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ તથા સ્પોર્ટ્સ સ્ટડીઝ જે બીબીએ, બી.કોમ, બી.એસસી ઇન સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, એમ.એસસી ઇન ઇન સ્પોર્ટ્સ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ, બીસીએ તથા આઈબીએમના સહયોગથી બી.એસસી. જેવી ડિગ્રીઓ ઓફર કરે છે. તેના યોગ એન્ડ વેલનેસ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ વિદ્યાર્થીઓને વધારાના વ્યવસાયિક માર્ગોની તકો પૂરી પાડે છે.યુનિવર્સિટી સ્પોર્ટ્સને ઇતરપ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ જીવનની પાયાની કુશળતા તરીકે ગણે છે જે ટીમવર્ક, સ્થિતિસ્થાપકતા તથા લીડરશિપનું ઘડતર કરે છે. તેના અદ્વિતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 20,000 લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું ભારતનું એકમાત્ર સાત માળનું સ્પોર્ટ્સ ઇન્ટિગ્રેટેડ કેમ્પસ EKA Arena, સર્ટિફાઇડ કોચ તથા સ્પોર્ટ્સ સાયન્સ લેબ્સ સાથેનું હાઇ પર્ફોર્મન્સ સેન્ટર, ઇનડોર કોમ્પ્લેક્સીસની એક્સેસ, EKA Club (જીમ, વેલનેસ પ્રોગ્રામ્સ) અને ખેલ મહાકુંભ તથા એઆઈયુ ઇન્ટર-યુનિવર્સિટી ઇવેન્ટ્સ સહિતની સ્પર્ધાત્મક તકોનો સમાવેશ થાય છે.ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના સ્થાપક અને અધ્યક્ષ ઉદિત શેઠે જણાવ્યું હતું કે અમારું વિઝન એક એવી ઇકોસિસ્ટમ બનાવવાનું છે જ્યાં શિક્ષણ ખૂબ જ રસપ્રદ હોય, વાતાવરણ જીવંત હોય અને પરિણામો પરિવર્તનશીલ હોય. ટીએસયુ ખાતે વિદ્યાર્થીઓ ફક્ત ડિગ્રીઓ જ મેળવતા નથી, તેઓ સપનાં બનાવે છે અને જીવનભરનો હેતુ શોધે છે.ખાસ પ્રકારે તૈયાર કરાયેલી શિક્ષણ નીતિઓ એથ્લીટ્સને શિક્ષણ અને સ્પર્ધા વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે અને સ્કોલરશિપમાં મહિલા એથ્લીટ્સ અને રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના પર્ફોર્મર્સને પ્રાથમિકતા આપવામાં આવે છે. ટીએસયુનો અભ્યાસક્રમ આઈબીએમ, એનએસઈ, IITRAM, અને BISAG-N તથા કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટી જેવા પાર્ટનર્સ સાથેની સહ-ભાગીદારી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.વાઇબ્રન્ટ કેમ્પસ લાઇફ અને સર્વાંગી વિકાસ પૂરો પાડતી ટીએસયુ શિક્ષણ કરતાં કંઈક સવિશેષ પૂરું પાડે છે. તે આત્મવિશ્વાસભર્યા અને વિવિધ કુશળતા ધરાવતા લોકોનું જતન કરે છે. સંસ્કૃતિ, રમતો, રાંધણકળા અને સામાજિક પહેલમાં વિદ્યાર્થીના નેતૃત્વ હેઠળની ક્લબ સાથે તે ટીઈઆરએફ થકી યોગ, બેકિંગ, ફિટનેસ અને રાંધણકળામાં હોબી કોર્સીસ ઓફર કરે છે.ટીએસયુનું વિઝન ભારતની બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતો તથા વૈશ્વિક શૈક્ષણિક અને વ્યવસાયિક ધોરણો સાથે મેળ ખાવામાં ગહનપણે રહેલું છે. સ્થાનિક પ્રસ્તુતતાને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ સાથે ભેળવીને ટીએસયુ એઆઈ, કેપિટલ માર્કેટ્સ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ તથા આંત્રપ્રિન્યોરશિપમાં આવતી પેઢીના વ્યવસાયિકો માટેના હબ તરીકે ઊભરી રહી છે.2025ના ઇન્ટેક માટે અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ હવે સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here