Saturday, June 13, 2026
HomeIndiaબિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત

Date:

Related stories

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

બિહારના નાલંદા જિલ્લામાંથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે શીતલા માતાના મંદિરે દર્શન કરવા ઉમટેલી ભારે ભીડમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ, ચૈત્ર માસનો છેલ્લો મંગળવાર હોવાથી શીતલા માતાના મંદિરે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં પોલીસ અને વહીવટીતંત્રનો બંદોબસ્ત નહિવત હોવાનું જાણવા મળ્યું છે. દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક શ્રદ્ધાળુઓએ કતાર તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક ભીડ બેકાબૂ બનતા લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા, જેના પરિણામે આ ભયાનક નાસભાગ સર્જાઈ હતી.
 સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ હોનારત પાછળ પોલીસ-પ્રશાસનની ઘોર બેદરકારી જવાબદાર છે. મહત્વની વાત એ છે કે, આ સમયે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ નાલંદાની મુલાકાતે છે. તેઓ નાલંદા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે. જેથી સમગ્ર વહીવટીતંત્રનું ધ્યાન રાષ્ટ્રપતિના કાર્યક્રમ અને સુરક્ષા વ્યવસ્થામાં હોવાને કારણે શીતલા મંદિરે પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો નહોતો, જે અંતે ઘાતક સાબિત થયો.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તબીબોએ 8 લોકોને મૃત જાહેર કર્યા છે, જ્યારે અડધો ડઝનથી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે.

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here