• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ મેનેજમેન્ટ, માળખાગત સુધારા અને શ્રેષ્ઠ વ્હીકલ ડાયનેમિક્સની સાથે સંપૂર્ણપણે નવી રીતે તૈયાર કરેલી છે
• Triber ફેમિલીમાં હવે ટર્બો TCe 100 પાવરટ્રેન મળે છે, જે 100 PS અને સેગમેન્ટમાં અગ્રણી 180 Nm ટોર્ક આપે છે
• 21 કિલોમીટર પ્રતિ લિટરની ઇઁધણદક્ષતા; ભારતમાં 7-સીટર કારોમાં સૌથી વધુ ઇંધણદક્ષતા
• 4-મીટરથી ઓછી લંબાઈમાં Triberની ખાસ મોડ્યુલર 5, 6 અને 7-સીટની સુવિધા જળવાઈ છે
• રૂ. 9 લાખથી ઓછી કિંમતમાં સંપૂર્ણપણે નવી કાર
• કાર ઇવોલ્યુશન, ટેકનો અને ઇમોશન વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 7.84 લાખથી રૂ. 8.99 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે
ગુરુગ્રામ, 29 સપ્ટેમ્બર, 2026 : રેનો ગ્રૂપની સંપૂર્ણ માલિકીની બનાવટી પેટાકંપની રેનો ઇન્ડિયાએ આજે સંપૂર્ણપણે નવી Triber 100PSને લોંચ કરવાની જાહેરાત કરી હતી, જેની સાથે કંપનીએ નવા રેનો ગ્રૂપ એન્ટ્રી પ્લેટફોર્મ (RGEP)ની ભારતમાં શરૂઆત થઈ છે. વ્યવહારિકતા સાથે સમાધાન કર્યા વિના શાનદાર પર્ફોર્મન્સ ઇચ્છતાં ગ્રાહકો માટે ડિઝાઇન કરેલી Triber 100PS રેનોના વિશ્વસનિય મોડ્યુલર 7-સીટર ખાસિયતને સંપૂર્ણપણે નવી રીતે ડિઝાઇન કરેલા વ્હીકલ આર્કિટેક્ચર, 100 PS ટર્બોચાર્જ પાવરટ્રેન અને અત્યાધુનિક વ્હિકલ ડાયનેમિક્સની સાથે જોડે છે. રૂ. 7.84 લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમત પર ઉપલબ્ધ Triber 100PS ભારતીય બજારમાં એક વિશિષ્ટ પેકેજ પ્રસ્તુત કરે છે, જેમાં 7-સીટની સુવિધા, ટર્બોચાર્જ્ડ પર્ફોર્મન્સ, શ્રેષ્ઠ ઇંધણદક્ષતા અને સબ-4-મીટર ટેક્સ બેનિફિટ એકસાથે મળે છે.
રેનો ઇન્ડિયાની પ્રથમ RGEP પ્રોડક્ટ
Triber 100PS રેનો ઇન્ડિયાની પ્રથમ કાર છે, જેણે નવા રેના ગ્રૂપ એન્ટ્રી પ્લેટફોર્મ (RGEP) પર બનાવવામાં આવ્યું છે. આ ભવિષ્યની મોબિલિટીની જરૂરિયાતો અને એકથી વધારે પાવરટ્રેન સોલ્યુશનને સપોર્ટ કરવા વિકસાવવામાં આવેલું અતિ સ્વીકાર્યક્ષમ આર્કિટેક્ચર છે. બદલાતા નિયમો અને ગ્રાહકોની આશાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલું RGEP શ્રેષ્ઠ પર્ફોર્મન્સ, સારી રાઇડ અને સંચાલનને આધારે તૈયાર કરે છે.
નોંધપાત્ર બાબત એ છે કે, Triber 100PS ફક્ત પાવરટ્રેનનું અપગ્રેડ નથી, પરંતુ એક નવું પ્લેટફોર્મ આર્કિટેક્ચર સંપૂર્ણપણે નવી રીતે તૈયાર કરેલી કાર છે. તેમાં એન્જિન મેનેજમેન્ટ, થર્મલ સિસ્ટમ, ચેસિસ ટ્યૂનિંગ અને માળખાગત સંકલનમાં મોટા પરિવર્તનો કર્યા છે, જેથી ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અનુભવ મળી શકે.
શરૂઆતથી એન્જિનિયર કરેલી કાર
Triber 100PSનો મુખ્ય ભાગ રેનોનું ટર્બોચાર્જ્ડ TCe 100 એન્જિન છે, જે 100 PSની પાવર અને આ સેગમેન્ટમાં સૌથી વધુ 180 Nm ટોર્ક આપે છે. આ એન્જિન વિવિધ પ્રકારના રોડ પર શાનદાર ઝડપ અને સરળતાથી કાર ચલાવવાનો અનુભવ આપે છે. આ પાવરટ્રેનને સપોર્ટ કરવા રેનોની બિલકુલ નવી એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ (R-EMS) આપી છે, જે પર્ફોર્મન્સ, રિસ્પોન્સિવનેસ અને ક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા બનાવ્યું છે.
આ કારને સંપૂર્ણપણે નવી રીતે તૈયાર કરેલું એન્જિનિયરિંગ પેકેજ પણ શામેલ છે, જેમાં આ શામેલ છે :
• નવું રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ (R-EMS)
• અત્યાધુનિક થર્મલ મેનેજમેન્ટ આર્કિટેક્ચર
• મજબૂતી અને ક્રેશ પર્ફોર્મન્સ માટે નવું માળખાગત સંવર્ધન
• સંવર્ધિત સસ્પેન્શન જીયોમેટ્રી
• ફ્રન્ટ અને રિઅર એન્ટિ-રોલ બાર
• MTV ડેમ્પર ટેકનોલોજી
• અસરકારક બ્રેકિંગ સિસ્ટમ કેલિબ્રેશન
• ભારતીય રોડના હિસાબે ખાસ કરીને ટ્યૂન કરેલી કારની ડાયનેમિક્સ.
Triber 100PSમાં ઉપયોગ થતી થર્મલ-મેનેજમેન્ટ સિસ્ટમની એક ખાસિયત છે – બ્રશલેસ ડાયરેક્ટ કરન્ટ (BLDC) કૂલિંગ ફેનનો ઉપયોગ, જેનો સામાન્ય રીતે ઉપયોગ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો જેવી મોટી કેટેગરીના વાહનોમાં જોવા મળે છે. BLDC સિસ્ટમથી કૂલિંગને શ્રેષ્ઠ રીતે મેનેજ કરી શકાય છે, એનર્જીની બચત કરવા સક્ષમ બનાવે છે અને થર્મલ પર્ફોર્મન્સ શ્રેષ્ઠ મળે છે, જેથી વાહન ચલાવવામાં મદદ મળે છે અને ઇંધણની બચત પણ શ્રેષ્ઠ થાય છે.
Triber 100PS પર્ફોર્મન્સ અને કાર્યદક્ષતાનું આવશ્યક સંતુલન પ્રદાન કરે છે. એનો પાવર આઉટપુટ અને ટોર્ક ડિલિવરી એને પોતાના ક્લાસમાં સૌથી દમદાર વાહનોમાંથી પેટ્રોલ કાર બનાવે છે તેમજ સાથે સાથે આ સર્ટિફાઇડ 21 કિલોમીટર પ્રતિ લિટરની ઇંધણદક્ષતા આપે છે.
સંયુક્તપણે આ તમામ સુધારા કાર ચલાવવા એક વધારે સ્થિર અને વિશ્વસનિય અનુભવ આપે છે તેમજ ટ્રાઇબરના રોજિંદા ઉપયોગની ખાસિયત પણ જળવાઈ રહે છે.
આ લોંચ પર રેનો ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગના વાઇસ પ્રેસિડન્ટ ફ્રાન્સિસ્કો હિડાલ્ગોએ કહ્યું હતું, “Triber 100PS રેનો ઇન્ડિયાના પ્રોડક્ટ રોડમેપમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને આ અમારી બ્રાન્ડની ઓળખને મજબૂતી સાથે દેખાય છે – એવું ઇનોવેશન, જે વ્યવહારિક, સુલભ અને ભારતીય ગ્રાહકો માટે પ્રસ્તુત છે. તાજેતરમાં ક્વિડ અને ડસ્ટર એડવેન્ચેરને લોંચ કર્યા પછી આ 18 મહિનામાં 12 પ્રોડક્ટ લાવવાના અમારા પ્રોગ્રામમાં વધુ એક સીમાચિહ્ન છે, જે ભારતમાં રેનોની નવી ઝડપ અને ઇરાદાને દર્શાવે છે.
100 PS પાવર, 180 Nm ટોર્ક, સાનુકૂળ સેવન-સીટ મોડ્યુલરિટી, 21 કિલોમીટર પ્રતિ લિટરની સર્ટિફાઇડ ઇંધણદક્ષતા અને કિંમત ₹7.84 લાખથી શરૂ થવાની સાથે Triber 100PS ભારતીય પરિવારોને પસંદ હોય એવી તમામ ખાસિયતોને એક કારમાં લાવે છે, જેમ કે વિશ્વસનિય પર્ફોર્મન્સ, વ્યવહારિકતા, કાર્યદક્ષતા અને મૂલ્ય. અમને ખાતરી છે કે, આ Triberની સ્થિતિને મજબૂત કરશે અને રેનો બ્રાન્ડની અપીલ વધારશે.”
કારની એન્જિનીયરિંગ વિશે જણાવતા રેનો ગ્રૂપ ઇન્ડિયાના રેનો એન્જિનિયરિંગના હેડ ડૉ. વિક્રમાન વેલાન્દીએ કહ્યું હતું, “Triber 100PSને વિકસાવવા માટે ફક્ત એક નવી પાવરટ્રેન લગાવવાથી વધારે જરૂર હતી. 100 PS અને 180 Nm ટોર્ક આપવાની સાથે Triberની મોડ્યુલારિટી, આરામદાયકતા અને કાર્યદક્ષતા જાળવવા એન્જિન, થર્મલ મેનેજમેન્ટ, માળખું, સસ્પેન્શન, બ્રેકિંગ અને કારની ડાયનેમિક્સ સિસ્ટમનો સમન્વય કરીને કામ કરવું પડ્યું હતું. એનું પરિણામ ડ્રાઇવિંગનો એક એવો અનુભવ મળ્યો, જે રિસ્પોન્સિવ, સ્થિર અને શાનદાર છે તથા સાથે સાથે, વ્યવહારિકતા અને સરળતાને પણ જાળવી રાખે છે, જેને ગ્રાહક Triberમાં પસંદ કરે છે.”
વિવિધ જરૂરિયાતો, એક કાર
જ્યારે એના એન્જિનિયરિંગ પેકેજમાં મોટો પરિવર્તનો કરવામાં આવ્યા છે, ત્યારે Triberની હાર્દરૂપ વિવિધ ખાસિયતો જાળવી રાખવામાં આવી છે.
Triber 100PSમાં પાંચ, છ કે સાત લોકોને બેસવા માટે સાનુકૂળ સીટિંગ એરેન્જમેન્ટ મળે છે. એના મોડ્યુલર ઇન્ટિરિયરમાં ઇઝી-ફિક્સ થર્ડ-રો સીટ, સ્લાઇડ-એન્ડ-રિક્લાઇન સેકન્ડ-રો સીટિંગ, વન-ટચ ટમ્બલ એક્સેસ તથા પેસેન્જર અને સામાન્ટ માટે વિવિધ પ્રકારના કન્ફિગરેશન શામેલ છે.
ચાર મીટરથી ઓછી લંબાઈ અને 1.0-લિટર પેટ્રોલ એન્જિન સાથે Triber 100PS નાની પેટ્રોલ કારો પર લાગુ 18 ટકા જીએસટી રેટના દાયરામાં આવે છે, તો તેમાં સાત લોકો સુધી બેસવાની જગ્યા છે. ભારતમાં 2.5 લાખથી વધારે Triber કારનું વેચાણ થઈ ગયું છે, જેથી આ રેનો ઇન્ડિયાના સૌથી સફળ પ્રોડક્ટ્સમાંથી એક બની ગઈ છે.
આરામ, સુવિધા અને સલામતી
વેરિઅન્ટને આધારે Triber 100PSમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને અપલ કારપ્લેની સાથે 8-ઇંચ ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ, ડિજિટલ LED ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક એર-કન્ડિશનિંગ, ક્રૂઝ કન્ટ્રોલ, વાયરલેસ-ચાર્જર, રેન-સેન્સિંગ વાઇપર, ઓટોમેટિક હેન્ડલેમ્પ અને સ્માર્ટ એક્સેસ કાર્ડ જેવી ખાસિયતો મળે છે. બીજી અને ત્રીજી હરોળ માટે વેન્ટ્સ સાથે સ્વતંત્ર રિઅર એર-કન્ડિશનિંગ, સંપૂર્ણ કેબિનમાં પ્રવાસીઓના આરામનું ધ્યાન રાખે છે.
Triber 100PS સ્ટાન્ડર્ડ તરીકે છ એરબેગ અને 21 સેફ્ટી ફીચર્સ સાથે સજ્જ છે. વેરિઅન્ટને આધારે વધારાની ખાસિયતોમાં ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, ગાઇડલાઇન્સ સાથે રિઅર-વ્યૂ કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ શામેલ છે.
રેનોની futuREady ઇન્ડિયા વ્યૂહરચના
Triber 100PSનું લોંચ રેનો ઇન્ડિયાની futuREady ઇન્ડિયા વ્યૂહરચની રૂપરેખા અંતર્ગત વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ભારતમાં રેનોના પરિવર્તનના આગામી તબક્કા તરીકે જાહેર આ રૂપરેખાનું ધ્યાન નવા ઉત્પાદનો, અત્યાધુનિક આર્કિટેક્ટ અને ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોના હિસાબે તૈયાર કરેલી દુનિયાભરમાં સફળ ટેકનોલોજીસને પ્રસ્તુત કરવા પર કેન્દ્રિત છે. રેનો ગ્રૂપ એન્ટ્રી પ્લેટફોર્મ (RGEP) પર બનેલી ભારતની પ્રથમ કાર તરીકે Triber 100PS દેશમાં પોતાની લાંબા ગાળાની પ્રોડક્ટ વ્યૂહરચનાને મજબૂત કરીને ભવિષ્ય માટે તૈયાર એન્જિનિયરિંગ સમાધાન લાવવા રેનોની કટિબદ્ધતા દર્શાવે છે.
Triberની મુખ્ય ખાસિયતો :
• ઇઝી ફિક્સ સીટ સાથે મોડ્યુલર સીટિંગ 5 – 7 સીટ
• 2 રો – ઇઝી એક્સેસ વન ટચ ફોલ્ડ સાથે સ્લાઇડ, રિક્લાઇન
• 100+ સીટિંગનું કોમ્બિનેશન
• 5 સીટ સાથે 625 લિટરનું સેગમેન્ટમાં અગ્રણી સંવર્ધિત બૂટ સ્પેસ
• 182mmનું શ્રેષ્ઠ ગ્રાઉન્ડ ક્લીઅરન્સ
• ઇન્ટેરિઅર સ્ટોરેજ – 23 L
• 50 કિલોગ્રામ સુધીની લોડ વહનક્ષમતા સાથે રુફ રેલ
• ક્લાસમાં શ્રેષ્ઠ 3 રો સ્પેસ
• 2 અને 3 રો વેન્ટ સાથે સ્વતંત્ર રિઅર AC
• LED પ્રોજેક્ટર હેડલેમ્પ
• LED DRLs
• LED ટેઇલલેમ્પ
• 8-ઇંચ ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ
• વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે
• ડિજિટલ LED ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
• ઓટો હેડલેમ્પ
• ઓટો એર-કન્ડિશનિંગ
• રેઇન-સેન્સિંગ વાઇપર
• વાયરલેસ ચાર્જર
• ક્રૂઝ કન્ટ્રોલ
• પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ
• સ્માર્ટ એક્સેસ કાર્ડ
• 21 સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ
• સ્ટાન્ડર્ડ તરીકે છ એરબેગ
• ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ
• ગાઇડલાઇન્સ સાથે રિઅર પાર્કિંગ કેમેરા
• ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)
Triberની કિંમત :
ઓથેન્ટિક ઇવોલ્યુશન ટેકનો ઇમોશન
એનર્જી MT 5,80,875 6,73,605 7,44,120 8,05,350
એનર્જી AMT – – – 8,52,950
ટર્બો TCe 100 MT – 7,84,900 8,53,900 8,99,900
- ફીચર્સ અને ઇક્વિપમેન્ટ વેરિઅન્ટ મુજબ અલગ હોઈ શકે છે.
- ઇંધણ-દક્ષતાનો આંકડો સૂચિત ટેસ્ટની સ્થિતિ સર્ટિફાઇડ છે. ડ્રાઇવિંગની સ્થિતિ, વાહનના લોડ, ડ્રાઇવિંગની સ્ટાઇલ અને અન્ય પરિબળોને આધારે વાસ્તવિકતા ઇંધણદક્ષણતા અલગ હોઈ શકે છે.
