Wednesday, September 30, 2026
HomeEntertainmentભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા ‘ફ્લીટ ટૂ ફોર્ટ્સ’...

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા ‘ફ્લીટ ટૂ ફોર્ટ્સ’ અભિયાન માટે જોડાણ કર્યું

Date:

Related stories

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS વેણુ ગ્રૂપની કંપની TVS મોટર કંપની સાથે જોડાણમાં મુંબઈના નવ્યાનગરમાં સ્થિત કોહલી સ્ટેડિયમમાંથી આજે ‘ફ્લીટ ટૂ ફોર્ટ્સ’ મોટરસાયકલ અભિયાનને લીલી ઝંડી આપી હતી.

14 દિવસનું આ અભિયાન 1600 કિલોમીટરથી વધારે સફર કરશે અને તેમાં છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંલગ્ન 10 કિલ્લા સુધી પહોંચશે. તેમાં એ કિલ્લા પણ શામેલ છે, જેમને તાજેતરમાં યુનેસ્કોની હેરિટેજ યાદીમાં “ભારતના મરાઠા સૈન્યની પૃષ્ઠભૂમિ” તરીકે શામેલ કરવામાં આવ્યા છે. આ અભિયાનનો ઉદ્દેશ ભારતીય નૌકાદળમાં કારકિર્દીની તકો વિશે જાગૃતિ લાવવાનો પણ છે, જેમાં ખાસ કરીને અગ્નિપથ સ્કીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે – જે ભારત સરકારના સશસ્ત્ર દળોમાં ઑફિસર રેન્કની નીચેના કર્મચારીઓ માટે ઓછા સમયની ભરતીની યોજના છે.

કેપ્ટન શેખર દેશપાંડના નેતૃત્વમાં 25-સભ્યોની ટુકડીમાં ઓફિસરો, સેલર અને અગ્નિવીરો શામેલ છે, જેમાં મહિલા ઓફિસરો અને મહિલા અગ્નિવીરો તેમજ નૌકાદળની મહિલાઓ પણ શામેલ છે – જે ભારતીય નૌકાદળની નારીશક્તિ પર ભાર મૂકે છે. ભારતીય નૌકાદળના રાઇડરો TVS રોનિન મોટરસાયકલો પર મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો અને ગામડાઓમાંથી પસાર થઈને આ રોમાંચક અભિયાન હાથ ધરશે. ભારતીય નૌકાદળની સાથે આ જોડાણથી TVS મોટર કંપનીને આ વિસ્તારોમાંથી પસાર થઈને યુવાન ભારતીયો સુધી અભિયાન, રોમાંચ અને મિત્રતાની સ્ટોરી યુવાન ભારતીયો સુધી પહોંચાડવાની તક મળશે, જેણે ભારતીય દરિયાઈ વારસાનો આકાર આપ્યો છે.

ફ્લેગ-ઓફ સમારંભમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ વાઇસ એડમિરલ રાહુલ વિલાસ ગોખલેએ કહ્યું હતું, ભારતીય નૌકાદળ દરિયામાં એક શક્તિશાળી તાકાત છે અને “ફ્લીટ ટૂ ફોર્ટ્સ” મોટરસાયકલ અભિયાનમાં એના સાહસ, અભિયાન અને લોકો સુધી પહોંચવાની ભાવના સ્પષ્ટ દેખાય છે. તેમણે જણાવ્યું હતું કે, કિલ્લા દૂરંદેશી, સાહસ, સંગઠન, મજબૂતી અને અતિ જટિલ સ્થિતિમાં પણ મજબૂત સૈન્યક્ષમતા જાળવવાની શ્રેષ્ઠતાની યાદ કાયમ અપાવે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય નૌકાદળ માટે સ્વદેશી દરિયાઈ ક્ષમતા ઊભી કરવાના પ્રેરણાનો સ્રોત સતત બની રહ્યાં છે. તેમણે રાઇડરોને એવું પણ જણાવ્યું હતું કે, તેઓ યુવા ભારત પર ગર્વની સાથે દેશની સેવા કરવાનો સંદેશ પહોંચાડે અને તેમને આ તકનો ઉપયોગ મહારાષ્ટ્રને આટલી ખાસ બનાવતી સંસ્કૃતિ, સમુદાયો, નજારા અને વારસાનો અનુભવ કરવા પણ અપીલ કરી હતી.

આ પ્રસંગે TVS મોટર કંપનીના પ્રીમિયમ બિઝનેસના હેડ શ્રી વિમલ સુમ્બલીએ કહ્યું હતું, “અમને ‘ફ્લીટ ટૂ ફોર્ટ્સ’ મોટરસાયકલ અભિયાન મારફતે ભારતીય નૌકાદળની સાથે પોતાનું જોડાણ ચાલુ રાખવા પર ગર્વ અને સન્માનની લાગણી થાય છે. આ સફર સાહસ, હિંમત અને સમજદારીની કથાઓને જીવંત કરે છે. આ ઐતિહાસિક કિલ્લા અને દરિયાઈ વિસ્તારોમાંથી પસાર થવું એ પ્રેરક સાહસકથાઓને યુવાન ભારતીયો સુધી પહોંચાડે છે, જેમણે આપણા દરિયાઈ વારસાને આકાર આપ્યો છે. આ ભાવના TVS રોનિન સાથે જોડાયેલી છે, જે રાઇડરોને પોતાનો માર્ગ બનાવવા, અનપેક્ષિત ચીજોને અપનાવવા અને દરેક સફરને પોતાની સ્ટોરીમાં બદલવા પ્રેરિત કરે છે. પોતાની અલગ ઓળખ અને નવી ચીજોને શોધવા પર આધારિત #Unscripted જીવનશૈલી મારફતે રોનિન રાઇડરોને માર્ગનો અનુભવ અલગ રીતે મેળવવા પ્રેરિત કરે છે. અમને આશા છે કે, આ અભિયાન નવી પેઢીને એ હિંમત, રચનાત્મકતા અને ઉદ્દેશની ભાવના સાથે આગળ વધવા પ્રેરિત કરશે, જે અમારી સહિયારી સફરની ઓળખ છે. અમે સંપૂર્ણ ટીમની સલામતી અને યાદગાર સફરની કામના કરીએ છીએ.”

જ્યારે ‘ફ્લીટ ટૂ ફોર્ટ્સ’ મોટરસાયકલ અભિયાન સંયુક્તપણે સાહસ, વારસા અને સેવાને એકમંચ પર લાવે છે, ત્યારે આગામી પેઢી સાથે જોડાણ અને યુવાન ભારતીયોને રાષ્ટ્રનિર્માણના માર્ગોને શોધવા પ્રેરિત કરવાની તક પણ આપે છે.

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here