Saturday, September 5, 2026
HomeAhmedabad

Ahmedabad

એર ઈન્ડિયા અમદાવાદની તમામ ફ્લાઈટની કામગીરી 29 માર્ચથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરશે

એર ઈન્ડિયાએ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની ડોમેસ્ટિક ફ્લાઈટની તમામ કામગીરી 29 માર્ચ 2026ના રોજથી ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરવાની જાહેરાત કરી છે. આ સ્થાનાંતરણમાં એર ઈન્ડિયાના અમદાવાદથી અને અમદાવાદ સુધી ચાલતી 210 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઈટની કામગીરી સમાવિષ્ટ છે. ઉલ્લેખનીય છે, એરલાઈનની અમદાવાદથી ઉડાન અને ઉતરાણ કરતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન ટર્મિનલ-2 પર અગાઉથી જ કાર્યરત છે. હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન પણ ટર્મિનલ-2 પર થશે. એર ઈન્ડિયાના તમામ આગમન અને પ્રસ્થાનો 29 માર્ચથી ફક્ત ટર્મિનલ 2 પરથી જ કાર્યરત થશેએર ઈન્ડિયા દ્વારા આ ફેરફાર અમદાવાદથી અને અમદાવાદમાં મુસાફરી કરતાં ગ્રાહકોના એરપોર્ટઅનુભવમાં વધારો કરવાના પ્રયાસોના ભાગરૂપે હાથ ધરાયો છે. 49,000 ચોરસ મીટરના બિલ્ટઅપ વિસ્તારમાં ફેલાયેલું ટર્મિનલ-2 મુસાફરોને નોંધપાત્ર રીતે અપગ્રેડેડ અનુભવ પ્રદાન કરે છે. 52ચેકઈન કાઉન્ટર, સેલ્ફબેગેજ ડ્રોપ કિઓસ્ક, ડિજીયાત્રા કિઓસ્ક,17 ડિપાર્ચર ઈમિગ્રેશન કાઉન્ટર,22 અરાઇવલ ઈમિગ્રેશન કાઉન્ટર, ડિપાર્ચર અને અરાઇવલ પર8 ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન ઈગેટ્સ અને રિટેલ તથા એફએન્ડબી વિકલ્પોની વિશાળ રેન્જથી સજ્જ છે. એર ઈન્ડિયાએ અમદાવાદથી અને અમદાવાદ જઈ રહેલા તમામ મુસાફરોને એસએમએસમેઈલ અને અન્ય સીધા કોમ્યુનિકેશન માધ્યમોની મદદથી ટર્મિનલમાં ફેરફાર વિશે સક્રિયપણે સૂચિત કરવાનું શરૂ કર્યું છે. મુસાફરોને છેલ્લી ઘડીએ અસુવિધા ન નડે તે હેતુ સાથે એરપોર્ટ પર જતાં પહેલાં મુસાફરોને પોતાના ટર્મિનલની માહિતી બે વાર ચકાસવા સલાહ પણ આપી છે.

ઓપરેશન “રેલ પ્રહરી”: સંવેદનશીલ મામલે તાત્કાલિક કાર્યવાહી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા “ઓપરેશન રેલ પ્રહરી” અંતર્ગત ઉચ્ચ સ્તરની સતર્કતા અને ત્વરિત સમન્વય દ્વારા એક સગીર બાળકીના અપહરણ...

ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતનો પ્રચાર

જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગમ્બર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું...

ટીબીના શરૂઆતી લક્ષણોની અવગણના, ડોક્ટર્સે શહેરોમાં જાગૃકતાના અભાવ તરફ ધ્યાન દોર્યું

ડોક્ટર્સે ચેતવણી આપી છે કે સતત ખાંસી, થાક અથવા સાધારણ તાવ જેવાં લક્ષણોની મોટાભાગે લોકો અવગણના કરે છે, પરંતુ તે ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના શરૂઆતી લક્ષણો હોઇ શકે...

પોલિટિકલ થ્રિલર “ધ ટેરર રિપોર્ટ”ની થય જાહેરાત

પત્રકારિતા અને સિનેમાના આ અનોખા મિલનમાં, બાલાજી ટેલીફિલ્મ્સ અને એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટે પ્રખ્યાત સમાચાર પત્રકાર સુધીર ચૌધરીની કંપની એસ્પ્રિટ પ્રોડક્શન સાથે ભાગીદારી કરી છે. “શેરશાહ” જેવી...

વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે આયાતો ઘટાડવા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગસાહસિકના નેતૃત્વ હેઠળ પરિવર્તન માટે હાકલ કરી

વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે સરકારને ભારતીય ઉદ્યોગસાહસિકોને કુદરતી સંસાધન ક્ષેત્રમાં વધુ જવાબદારી સોંપવા વિનંતી કરી છે, જેમાં ટેલિકોમ, ઉડ્ડયન, પોર્ટ્સ, સ્ટીલ, સિમેન્ટ અને પાવર...

વેદાંત પબ્લિક સ્કૂલ દ્વારા તાજેતરમાં “યુવા સંસદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવી અને સંસદીય પ્રક્રિયાની સમજ વિકસાવવી હતો. કાર્યક્રમ માં મુખ્ય અતિથિ માં શાળા ના ટ્રસ્ટી શ્રી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read