Friday, July 17, 2026
HomeMumbai

Mumbai

આદિત્ય બિરલા કેપિટલે વૃદ્ધિ માટે રૂ. 4,000 કરોડની ઇક્વિટી મૂડી ઊભી કરી

તેનો ઉદ્દેશ મૂડીઆધાર વધારવાનો અને આગામી તબક્કાની વૃદ્ધિ માટેની જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે. SEBI ICDRના નિયમો મુજબ, પ્રેફરેન્શિયલ ઇશ્યૂ ઇક્વિટી શેરદીઠ રૂ. 356.02ના ભાવે હાથ ધરવામાં આવશે, જે શેરધારકો, અન્ય જરૂરી મંજૂરીઓ અને પરંપરાગત સ્થિતિસંજોગોને આધિન છે. મુંબઈ, 21 મે, 2026 : આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (“ABCL”)ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પ્રમોટર)ને રૂ. 2,880 કરોડના, સુરાજ્ય ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સિંગાપોર (આદિત્ય બિરલા ગ્રૂપની કંપની)ને રૂ. 200 કરોડના અને રૂ. 920 કરોડના ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC)ને પ્રેફરેન્શિયલ ઇશ્યૂ કરવાની મંજૂરી આપી હતી.  પ્રેફરેન્શિયલ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ વૃદ્ધિલક્ષી ઉદ્દેશો પાર પાડવા થશે, જેમાં મૂડીઆધારનું વિસ્તરણ, ધિરાણ વ્યવસાય માટે ફંડની જરૂરિયાતો અને અન્ય સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો સામેલ છે, જેમ કે પેટાકંપનીઓ/સંયુક્ત સાહસો/કંપનીની એસોસિએટમાં રોકાણલક્ષી જરૂરિયાતો. આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ્ બિરલાએ રોકાણ પર કહ્યું હતું કે,  “ભારતમાં આર્થિક પરિવર્તનને વેગ આપવા ધિરાણ સેવાઓ હાર્દરૂપ બની ગઈ છે, જેને મૂડીરચના, નાણાકીય સર્વસમાવેશકતામાં વધારો અને અર્થતંત્રનું મોટા પાયે ઔપચારિકરણ વેગ આપે છે. આ ક્ષેત્રમાં પરિવર્તન થઈ રહ્યું હોવાથી વિવિધતાસભર પ્લેટફૉર્મ સાથે સંસ્થાઓ, મજબૂત વહીવનટ અને ટેકનોલોજી-સંચાલિત અમલ વૃદ્ધિને વધારે વેગ આપે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ABCLએ ધિરાણલક્ષી સેવા સાથે સંબંધિત તમામ કામગીરીઓ મોટા પાયે હાથ ધરી છે, જેથી મજબૂત ડિજિટલ ક્ષમતાઓ અને શિસ્તબદ્ધ અમલીકરણ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વ્યવસાયોનો પોર્ટફોલિયો ઊભો થયો છે. કંપની તમામ સેગમેન્ટમાં કાર્યરત છે, જેમાં સંસ્થાગત ક્ષમતા ઊભી કરવા લાંબા ગાળાના અભિગમ, ગ્રૂપની પોઝિશન અને ભારતના ધિરાણ ક્ષેત્રનો વિસ્તરણ અને આધુનિકીકરણના આગામી તબક્કામાં પ્રવેશનો સમન્વય થયો છે.” આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડના એમડી અને સીઇઓ સુ8 વિશાખા મૂલ્યેએ કહ્યું હતું કે, “અમે અમારી કામગીરીમાં વિશ્વાસ મૂકવા બદલ અમારા પ્રમોટરો અને IFCના આભારી છીએ. તમામ આવશ્યક જરૂરિયાતો પૂર્ણ થવાની સાથે આ મૂડીરોકાણ અમને ભારતમાં વિકાસની તકોમાં સામેલ થવા, ગ્રાહકો સાથે જોડાણને મજબૂત કરવા અને ડિજિટલ-ફર્સ્ટ સમાધાન આપવામાં સક્ષમ બનાવશે. અમારા લૉન પોર્ટફોલિયોનો લગભગ 57 ટકા હિસ્સો SMEsને આપેલી બિઝનેસ લૉનનો છે, જે આ ક્ષેત્ર પ્રત્યે અમારી મજબૂત કટિબદ્ધતાને દેખાડે છે. અમે જવાબદાર વ્યવસાયિક રીતો પર આધારિત એક સર્વસમાવેશક ધિરાણ ઇકોસિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ. અમે વ્યક્તિઓ અને બિઝનેસને સરળતાપૂર્વક ધિરાણ આપવા, ડિજિટલ ક્ષમતાઓ અને ઇકોસિસ્ટમના મજબૂત સમાધાનો સાથે સશક્ત બનાવીએ છીએ, જેથી તેઓ ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે એવો વિકાસ કરી શકે."  IFCના એશિયા અને પેસિફિકના રિજનલ વાઇસ પ્રેસિડન્ટ શ્રી સર્વેશ સુરીએ કહ્યું હતું કે, “લઘુ વ્યવસાયોનો આધાર મોટા વિચારો હોય છે અને આદિત્ય બિરલા કેપિટલ સાથે આ જોડાણ સાથે અમે એ વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવામાં મદદ કરીએ છીએ. રોજગારીનું સર્જન અને આર્થિક તકોને પ્રોત્સાહન વર્લ્ડ બેંક ગ્રૂપના મિશનનો મુખ્ય ભાગ છે. વિકસતાં બજારોમાં MSMEs ધિરાણની તકો સૌથી મોટી અને અત્યાર સુધી પૂરી ન થયેલી તકો પૈકીની એક છે. ABCLની મોટા પાયેની કામગીરી, 1,50,000થી વધારે મજબૂત MSME ક્લાયન્ટ અને ડિજિટલ ક્ષમતાઓ સાથે અમારો ઉદ્દેશ એ ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકો અને વ્યવસાય માટે જવાબદાર ધિરાણ સુધી પહોંચ વધારવાનો છે, જ્યાં રોજગારની વધારે તકો છે, જેથી તેઓ રોકાણ કરી શકે, પોતાની આવક વધારી શકે, વધારે અને શ્રેષ્ઠ રોજગારીનું સર્જન કરી શકે તથા સ્થાનિક અર્થતંત્રોને મજબૂત કરી શકે. આ રોકાણ નાણાકીય સર્વસમાવેશકતાને આગળ વધારવા પ્રત્યે અમારી કટિબદ્ધતાને દર્શાવે છે અને વિકસિત ભારતના વિઝનને અનુરૂપ લોકો અને ઉદ્યોગસાહસોને સશક્ત બનાવે છે, જે ભારતની વિકાસગાથાને આકાર આપે છે.”

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ધમાકેદાર ટાઇટલ ટ્રેક આઉટ

વર્ષની સૌથી મોટી સ્ટારકાસ્ટ. વર્ષની સૌથી મોટું મ્યુઝિક એલ્બમ. અને હવે રાહ પૂરી થઈ ગઈ છે. જંગલી મ્યુઝિક (ટાઇમ્સ મ્યુઝિકનો એક વિભાગ) એ બોલિવૂડની બહુપ્રતિક્ષિત...

એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસેસ લિમિટેડે શ્રી નટરાજન શ્રીનિવાસનની નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ સભ્ય તરીકે નિમણૂકની જાહેરાત કરી

એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસેસ લિમિટેડના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે આજે યોજાયેલી બેઠકમાં શ્રી નટરાજન શ્રીનિવાસનની ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અને બોર્ડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક કરી છે. કંપની તેના લાંબા ગાળાના વિકાસ વ્યૂહને આગળ વધારતી અને પોતાના કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તૃત કરતી આ મહત્વપૂર્ણ તબક્કે આ નિમણૂક કરવામાં આવી છે. શ્રી નટરાજન શ્રીનિવાસન એક પ્રતિષ્ઠિત કોર્પોરેટ નેતા છે અને તેમને નાણાકીય વ્યવસ્થાપન, વ્યૂહરચના તથા વિશાળ પાયાના બિઝનેસ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે 40 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ ક્વોલિફાઇડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તથા કંપની સેક્રેટરી છે. તેમણે પોતાના કારકિર્દીના મહત્વપૂર્ણ વર્ષો ભારતના અગ્રણી ઔદ્યોગિક સમૂહોમાંના એક એવા મુરુગપ્પા ગ્રુપમાં વરિષ્ઠ નેતૃત્વ ભૂમિકાઓમાં વિતાવ્યા છે. મુખ્ય કારકિર્દી ઉપલબ્ધિઓ: • ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ: એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી, જ્યાં તેમણે ફાઇનાન્શિયલ સર્વિસેસ વ્યવસાયને માર્કેટ લીડર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. • સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડ: મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તરીકે સેવા આપી, જ્યાં તેમણે કંપનીના જટિલ ટર્નઅરાઉન્ડ અને વ્યૂહાત્મક પુનઃસ્થાપનનું સફળ નેતૃત્વ કર્યું. પોતાની નિમણૂક અંગે પ્રતિભાવ આપતા શ્રી નટરાજન શ્રીનિવાસને જણાવ્યું: “સંસ્થાની યાત્રાના આ મહત્વપૂર્ણ તબક્કે આ જવાબદારી સંભાળવી મારા માટે ગૌરવની બાબત છે. વર્ષો દરમિયાન, એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસેસે મજબૂત ગવર્નન્સ, નાણાકીય શિસ્ત અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ પર આધારિત એક સશક્ત પાયો ઉભો કર્યો છે. અનુભવી નેતૃત્વ ટીમના સહકાર સાથે, અમે ઉચ્ચ સ્તરના ઇન્ટિગ્રિટી અને શ્રેષ્ઠતાના ધોરણોને જાળવી રાખતાં તમામ સ્ટેકહોલ્ડર્સ માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જવા માટે સક્ષમ સ્થિતિમાં છીએ.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોના માટેની અપીલને મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સનું સમર્થન, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને વધુ મજબૂત બનાવવા માટે રજૂ કર્યો પ્રસ્તાવ

ભારતમાં ઉપલબ્ધ હાલના સોનાના રિસાયક્લિંગ, પુનઃઉપયોગ અને સર્ક્યુલેશનને જવાબદાર રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે પ્રોત્સાહન આપ્યું મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ભારત સરકાર સમક્ષ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (જીએમએસ)માં વ્યૂહાત્મક સુધારા માટે એક વ્યાપક પ્રસ્તાવ રજૂ કર્યો છે. કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનાનો જવાબદાર રીતે વપરાશ કરવા અને દેશની આર્થિક સ્થિરતા મજબૂત બનાવવા માટે સ્થાનિક સોનાના સ્રોતોનો વધુ સારો ઉપયોગ કરવા અંગે કરાયેલા આહ્વાનને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે. મલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ.પી. અહમદ દ્વારા માનનીય નાણાંપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલને સોંપવામાં આવેલા આ પ્રસ્તાવમાં જીએમએસમાં લોકોની ભાગીદારી વધારવા, નિષ્ક્રિય પડેલા સોનાને ઔપચારિક અર્થતંત્રમાં લાવવા અને ભારતમાં પહેલેથી ઉપલબ્ધ સોનાના વધુ રિસાયક્લિંગ, પુનઃઉપયોગ અને સર્ક્યુલેશનને પ્રોત્સાહિત કરવા માટેના વ્યવહારુ પગલાં સૂચવવામાં આવ્યા છે. ભારત દર વર્ષે અંદાજે 700થી 800 ટન સોનાની આયાત કરે છે, જેના કારણે મોટાપાયે વિદેશી ચલણ બહાર જાય છે અને ચાલુ ખાતાની ખાધ પર દબાણ વધે છે. બીજી તરફ, ભારતીય પરિવારો અને સંસ્થાઓ પાસે જ્વેલરી, સિક્કા અને બારના સ્વરૂપમાં અંદાજે 25,000થી 35,000 ટન સોનાનો જથ્થો હોવાનું માનવામાં આવે છે, જેમાંથી મોટો ભાગ આર્થિક રીતે નિષ્ક્રિય હાલતમાં છે. મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે જણાવ્યું હતું કે દેશમાં પહેલેથી ઉપલબ્ધ સોનાના રિસાયક્લિંગ, એક્સચેન્જ, પુનઃઉપયોગ અને મોનેટાઇઝેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં, ડોલરના આઉટફ્લોને મર્યાદિત કરવામાં અને લાંબા ગાળે ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકાય છે. આ પ્રસ્તાવ અંગે મલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ.પી. અહમદે જણાવ્યું હતું કે, “ભારત વિશ્વના સૌથી મોટા ખાનગી સ્તરે સોનાનો ભંડાર ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે, છતાં સ્વદેશી માંગ પૂરી કરવા માટે આયાત પર નોંધપાત્ર રીતે નિર્ભર રહેવું પડે છે. અમે માનનીય વડાપ્રધાનના આહ્વાનને હાર્દિક સમર્થન આપીએ છીએ અને માનીએ છીએ કે દેશમાં પહેલેથી ઉપલબ્ધ સોનાના જવાબદાર ઉપયોગ, રિસાયક્લિંગ અને સર્ક્યુલેશનને પ્રોત્સાહિત કરવું એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. યોગ્ય નીતિ આધાર અને સંગઠિત જ્વેલરી ક્ષેત્રના સક્રિય સંકલન સાથે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ નિષ્ક્રિય સોનાને ઔપચારિક અર્થતંત્રમાં લાવવા માટે અત્યંત અસરકારક માધ્યમ બની શકે છે.” પ્રસ્તાવમાં નોંધવામાં આવ્યું છે કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો પ્રારંભ સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને દેશમાં નિષ્ક્રિય હાલતમાં રહેલા સોનાને મોનેટાઇઝ કરવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા લોક-ઇન સમયગાળા, ઓછા માનવામાં આવતા વળતર, રિડમ્પશનમાં મર્યાદિત ફ્લેક્સિબિલિટી અને પ્રક્રિયાકીય પડકારોને કારણે લોકોની ભાગીદારી મર્યાદિત રહી હતી.

ICICI બેંકે iMobile પર UPI ટ્રાન્ઝેક્શન માટે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશનની સુવિધા શરૂ કરી

રૂપિયા 5,000 સુધીના UPI વ્યવહારો માટે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન દ્વારા પેમેન્ટ ઓથેન્ટિકેશન રજૂ કરાયું મુંબઈઃ ICICI બેંકે તેની મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન 'iMobile' મારફતે થતા...

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝે નવો ઉદ્દેશ્ય અને બ્રાન્ડ ઓળખ જાહેર કરી, 2031 સુધી રૂ. 5,00,000 કરોડનું લક્ષ્ય નિર્ધારિત કર્યું

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપે આજે નવો ઉદ્દેશ્ય અને બ્રાન્ડ ઓળખની જાહેરાત કરી હતી, જે ગ્રૂપના વિકાસના આગામી તબક્કા માટે તેની ઓળખ, વ્યૂહરચના અને મહત્વાકાંક્ષાને સુસંગત...

શૌર્ય, સ્વાભિમાન અને સ્વરાજની કહાની ફિલ્મ ‘રાજા શિવાજી’નો જોરદાર ટ્રેલર થયો રિલીઝ

આ ફિલ્મને મરાઠી સિનેમાની સૌથી મોટી અને ભવ્ય ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. તેમાં હિન્દી અને મરાઠી સિનેમાના ઘણા જાણીતા કલાકારો જોવા મળશે જિયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read