Monday, September 14, 2026
HomeGujaratભરુચ: જજે આપી સમાધાનની સલાહ, પતિએ કોર્ટરુમમાં જ પીધું ઝેર

ભરુચ: જજે આપી સમાધાનની સલાહ, પતિએ કોર્ટરુમમાં જ પીધું ઝેર

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ભરુચની એક કોર્ટમાં તે સમયે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો જ્યારે કેસ માટે આવેલ એક વ્યક્તિએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. આ વ્યક્તિ પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે કેસની સુનાવણી માટે કોર્ટરુમ નંબર 52 પહોંચ્યો હતો. જ્યારે કેસની સુનાવણી કરી રહેલા જજે દંપતિને સમાધાન કરવાની સલાહ આપી તો 34 વર્ષીય પતિએ કોર્ટરુમમાં જ ઝેર પી લીધું.આ જોઈને ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અત્યારે તેની સ્થિતિ ખતરાથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કમલેશ નામના આ વ્યક્તિએ પોતાની બીજી પત્ની નીતા મિસ્ત્રી સાથે છૂટાછેડા લેવા માટે 3 વર્ષ પહેલા અરજી કરી હતી.પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા પછી કમલેશે ચાર વર્ષ પહેલા એક બિનસત્તાવાર મેરેજ બ્યૂરોની મદદથી નીતાનો સંપર્ક કરીને લગ્ન કર્યા હતા. નીતા પણ પહેલાથી પરીણિત હતી. કમલેશનો ચાર વર્ષનો એક દીકરો પણ છે જે તેની સાથે જ રહે છે. કમલેશ પહેલા સુરતના પૂનાનગર પાસે સીતાનગર ચૌકમાં રહેતો હતો અને ડાયમંડ પૉલિશરનું કામ કરતો હતો.રોજની લડાઈથી કંટાળીને બીજી પત્ની નીતાએ કમલેશ સાથે રહેવાની ના પાડી દીધી. લગ્નના એક વર્ષ પછી નીતાએ ભરુચ કોર્ટમાં છૂટાછેડા અને ભરણપોષણ માટે કેસ ફાઈલ કર્યો. આ કેસ પાછલા 3 વર્ષથી ચાલી રહ્યો છે. ગુરુવારના રોજ જજ જે.જે.અગ્રવાલે કમલેશને નીતા સાથે શાંતિથી રહેવાની સલાહ આપી. જજની સલાહ પર નીતા રાજી થઈ ગઈ પણ કમલેશે ત્યાંજ કીટનાશક દવાની બોટલ ખોલીને કોર્ટ રુમમાં પી લીધી.આ એક પૂર્વ આયોજિત પ્રયાસ હતો કારણકે કમલેશ ગેરકાયદેસર બોટલ કોર્ટરુમમાં લઈને આવ્યો હતો. શુક્રવારે સેકન્ડ એડિશનલ કોર્ટના સુપરિટેંડેન્ટ એ.જે.શાહે કમલેશ વિરુદ્ધ IPCની કલમ 309 અંતર્ગત ભરુચ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here