Friday, September 25, 2026
Homenationalચારા કૌભાંડમાં લાલૂને બેલ પણ હજુ જેલમાં રહેવું પડશે

ચારા કૌભાંડમાં લાલૂને બેલ પણ હજુ જેલમાં રહેવું પડશે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રાંચી હાઈકોર્ટે દેવઘર તિજારી ઉચાપત મામલામાં લાલૂને જામીન આપ્યા ઃ ડુમકા અને ચાઈબાસા કેસમાં હજુ જેલમાં

રાંચી, તા. ૧૨
રાષ્ટ્રીય જનતા દળ અથવા તો આરજેડીના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના એક મામલામાં રાંચી હાઈકોર્ટ તરફથી જામીન મળી ગયા છે પરંતુ હાલમાં તેમને જેલમાં જ રહેવાની જરૂર રહેશે. લાલૂ યાદવે દેવઘર તિજારી મામલામાં હાઈકોર્ટ તરફથી રાહત મળી ગઈ છે. હાઈકોર્ટે લાલૂ યાદવને જામીન સજાની અડધી અવધિ પસાર કરી દીધા બાદ આના આધાર પર જામીન આપ્યા છે. અલબત્ત આ મામલામાં જામીન મળી ગયા હોવા છતાં લાલૂને હાલમાં જેલમાં રહેવું પડશે. લાલૂ યાદવ તરફથી ૧૩મી જૂનના દિવસે રાંચી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આજે આ અરજી ઉપર સુનાવણી હાથ ધરતી વેળા દેવઘર તિજારીમાંથી ઉચાપતના મામલામાં લાલૂને જામીન આપી દીધા હતા. આ મામલા લાલૂ પોતાની અડધી સજા ગાળી ચુક્યા છે જેથી તેમને જામીન આપી શકાય છે. હાઈકોર્ટે લાલૂને શરતી જામીન આપ્યા હતા. જામીન માટે લાલૂને ૫૦-૫૦ હજાર રૂપિયાના બે હિસ્સા રજૂ કરવા પડશે. આ ઉપરાંત કોર્ટે લાલૂ યાદવને પાસપોર્ટ જમા કરાવી દેવા માટે આદેશ કર્યા હતા. આવી સ્થતિમાં લાલૂ દેશની બહાર જઇ શકશે નહીં. હાઈકોર્ટે લાલૂને દેવઘર તિજારી ઉચાપતના મામલામાં જામીન આપ્યા છે પરંતુ હજુ ચાઇબાસા અને ડુમકા તિજારી મામલામાં જામીન મળ્યા નથી જેથી લાલૂ યાદવને જેલમાં રહેવાની ફરજ પડશે. લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં સજા ફટકારવામાં આવી છે. દેવઘર તિજારીમાંથી આશરે ૮૯ લાખ ૨૭ હજારની ગેરકાયદે રકમ ઉપાડવાના મામલામાં ૨૩મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સીબીઆઈની ખાસ કોર્ટે લાલૂને સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. લાલૂ યાદવ આ મામલામાં દોઢ વર્ષથી વધુ સમયથી જેલમાં હતા. ડુમકા કેસમાં લાલૂને પાંચ વર્ષ અને ચાઈબાસા મામલામાં લાલૂને સાત વર્ષની જેલની સજા કરાઈ છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here