18 જૂન આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ છે.આજના દિવસે વિશ્વભરમાં પ્રકૃતિ અને પરિવાર સાથે સમય વિતાવવા માટે પિકનિક ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને પ્રકૃતિની વચ્ચે, ખુલ્લી...
જેએસડબ્લ્યુ સિમેન્ટ કે જે ભારતની અગ્રણી ગ્રીન સિમેન્ટ ઉત્પાદકો પૈકી એક છે અને વૈવિધ્યસભર JSWGroupનો ભાગ છે તેણે આજે તેના રાષ્ટ્રીય વિસ્તરણની યાત્રામાં એક મહત્વનો સીમાચીન્હને સ્થાપિત કરી છે. કંપનીએ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં સ્થાપિત પોતાના અત્યાધુનિક, ગ્રીનફિલ્ડ અને એકીકૃત સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું છે-જે ઉત્તર ભારતમાં તેની આ સુવિધા સૌ પ્રથમ છે.
ઉત્તર પ્રાંતમાં આ વિસ્તરણની સાથે કંપનીની કૂલ સિમેન્ટ ગ્રાઈન્ડિંગ ક્ષમતા 24.1 MTPA હોઈ શકે છે અને કુલ ક્લિન્કર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા (કંપનીના સંયુક્ત સાહસ, JSW સિમેન્ટ FZCની ક્લિંકર ક્ષમતા સહિત) 9.74 MTPA થઈ ગઈ છે.
નાગૌર સ્થિત ઈન્ટીગ્રેટેડ પ્લાન્ટમાં 3.30 MTPAની ક્લિંકર બનાવતા યુનિટ તથા 2.50 MTPAની સિમેન્ટ ગ્રાઈડિંગ યુનિટ લાગેલ છે. આ ઉપરાંત આ જગ્યા પર 1.00 MTPAના વધુ એક સિમેન્ટ ગ્રાઈડિંગ યુનિટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વ્યૂહાત્મક રીતે મહત્વના સ્થાન પર આવેલ આ પ્લાન્ટ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NCR)ના ઝડપથી વધતા બજારોની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ છે.
નાગૌર યુનિટને ઈક્વિટી અને લાંબી અવધિના દેવાનું એક વ્યૂહાત્મક મિશ્રણ મારફતે ફંડ આપવામાં આવ્યું છે. કંપનીએ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO)માંથી મળેલા નવા ઈશ્યુની રકમમાંથી રૂપિયા 800 કરોડ ખાસ કરીને આ યુનિટને આંશિક પ્રમાણમાં ભંડોળની ફાળવણી કરી છે.
આજે આ...