Wednesday, September 16, 2026

Trending Now:

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન અને અત્યાધુનિક સલામતીની ખાસિયતો ધરાવે છે મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2026 : ભારતની અગ્રણી સરકારી બેંકોમાંથી એક બેંક...

Most Popular:

Gujarat

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ 'રફુચક્કર'નું ભવ્ય મુહૂર્ત આજે અમદાવાદ સ્થિત હોટેલ...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક દિન" નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, જિલ્લા પંચાયત...

Bollywood

Business

National

Political News

Special

મહિલા માટે જ્યાં સુધી ‘પોતાની’ અને ‘પારકી’ એવો ભાવ...

આવતી કાલે 8 માર્ચ છે અને મહિલા દિવસ આવી...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, પ્રથમ દિવસે બોક્સના...

Gondal Market Yard: ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર...

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો,...

World News

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વિશ્વ ફેફસા કેન્સર દિવસ: સિગારેટ છોડવા માટે ડોક્ટરોએ જણાવી...

અમદાવાદ, 1 ઓગસ્ટ 2026: વિશ્વ ફેફસા કેન્સર દિવસ (વર્લ્ડ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

Sports News

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 11 બોલમાં ફિફ્ટી: 50...

ટ્રાઈ સિરીઝ ફાઈનલમાં 29 બોલ પર 94 રન બનાવ્યા ઈન્ડિયા-A...

મેચ જીતવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર સામે મોટી કાર્યવાહી,...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ચોથી મેચમાં 31 માર્ચે...

T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

T20 World Cup 2026 ને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની...

Lifestyle News

Latest Articles

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...
- Advertisement -

જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ અને ડોંગકુક ઈન્ડિયા વચ્ચે લાંબા ગાળાના સપ્લાયની ભાગીદારી, ભારતની ઉભરતી હોમ એપ્લાયન્સિસ ઈન્ડસ્ટ્રીને વેગ મળશે

નવી દિલ્હી, તા. 30 જૂન, 2026: દેશમાં ડાઉનસ્ટ્રીમ સ્ટીલ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં અગ્રણી તેમજ બીસી જિંદાલ ગ્રૂપની પેટા કંપની જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડે આજે ડોંગકુક ઈન્ડિયા સાથે લાંબા ગાળાના સપ્લાય માટે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી હતી. આ ભાગીદારીનો મુખ્ય હેતુ ભારતમાં ઝડપથી વધી રહેલા હોમ એપ્લાયન્સ (ઘરવપરાશના સાધનો) ઈન્ડસ્ટ્રી માટે ઉચ્ચ ગુણવત્તાવાળા કોટેડ સ્ટીલ ઉત્પાદનોની માગને પૂરી કરવાનો છે. બીસી જિંદાલ ગ્રુપના પ્રમોટર શ્યામ સુંદરસિંહ જિંદાલના નેતૃત્વ હેઠળ આ ભાગીદારીના ભાગરૂપે કંપની ડોંગકુક સ્ટીલ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને પ્રીમિયમ કોટેડ સ્ટીલ ઉત્પાદનોનો પૂરવઠો પૂરો પાડશે. આ લાંબા ગાળાના સપ્લાય માળખા હેઠળ, જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ પ્રી-પેઇન્ટેડ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન (PPGI), ગેલ્વેનાઇઝ્ડ પ્લેન સ્કીન પાસ્ડ (GPSP) અને એલ્યુ-ઝિંક કોટેડ સ્ટીલ જેવા ઉત્પાદનો પૂરા પાડશે. આ અંગે જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં લોકોની આવકમાં વધારો, શહેરીકરણ અને સ્થાનિક સ્તરે બનેલી વસ્તુઓની વધતી માગને કારણે હોમ એપ્લાયન્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઉદ્યોગમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશના અગ્રણી ડાઉનસ્ટ્રીમ સ્ટીલ ઉત્પાદક તરીકે અમે આ ઉભરતા ક્ષેત્રમાં મોટી તકો જોઈ રહ્યા છીએ. ડોંગકુક ઈન્ડિયા સાથેની અમારી ભાગીદારીથી અમને અમારી ઉત્પાદન ક્ષમતા અને તેમની પ્રોસેસિંગ કુશળતાને એકજૂટ કરવાની તક મળશે, જેનાથી એપ્લાયન્સ ઉત્પાદકો માટે એક ભરોસાપાત્ર સ્થાનિક સપ્લાય ઇકોસિસ્ટમ ઊભી થશે. આ સહયોગ અમને OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર) સેગમેન્ટમાં અમારું સ્થાન મજબૂત બનાવવામાં મદદ કરશે અને સાથે જ ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને સપ્લાય ચેઈન પર ભારતના વધતા ફોકસને પણ ટેકો આપશે.” આ પ્રોડક્ટ્સ ડોંગકુક ઈન્ડિયાના સ્થાપિત સપ્લાય નેટવર્ક દ્વારા અગ્રણી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સને સપ્લાય કરવામાં આવશે, જે વૈશ્વિક અને સ્થાનિક સ્તરની ટોચની હોમ એપ્લાયન્સ બ્રાન્ડ્સ સુધી પહોંચશે. આ ભાગીદારી આગામી કેટલાક વર્ષોમાં જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડના ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને ભારતના હોમ એપ્લાયન્સ માર્કેટમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવશે. બીસી જિંદાલ ગ્રુપની કંપની જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ પાસે પશ્ચિમ બંગાળના હાવડા ખાતે બે આધુનિક ફેક્ટરીઓ આવેલી છે, અને તે એડવાન્સ કલર કોટિંગ અને મેટલ કોટિંગ ટેકનોલોજી સહિતની ક્ષમતાઓ ધરાવે છે. કંપની શીટ્સ, પાઈપ્સ અને એલ્યુમિનિયમ ફોઇલ એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. 'જિંદાલ સબરંગ' અને 'જિંદાલ ન્યૂકલર+'  જેવી મજબૂત બ્રાન્ડ્સ સાથે જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ ખાસ કરીને પૂર્વીય ભારતમાં કલર-કોટેડ શીટ્સ માર્કેટ પર પ્રભુત્વ ધરાવે છે. તદુપરાંત સમગ્ર દેશમાં નોંધપાત્ર હાજરી સાથે હાલમાં, કંપનીના કુલ ઉત્પાદનનો 70% હિસ્સો કોટેડ ફ્લેટ સ્ટીલ પ્રોડક્ટ્સનો છે, જે ભવિષ્યના વિકાસ અને વિસ્તરણ માટે મુખ્ય કેન્દ્રબિંદુ બની રહેશે. જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ એ ડાઉનસ્ટ્રીમ સ્ટીલ પ્રોડક્ટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી જૂની કંપનીઓ પૈકી એક છે. કંપનીની આવકનો મોટો હિસ્સો પૂર્વીય પ્રદેશમાંથી અને ત્યારબાદ દક્ષિણ ભારતમાંથી આવતો રહ્યો છે. જો કે, વર્ષો જતાં કંપનીએ સમગ્ર ભારતમાં પહોંચ બનાવવાની વ્યૂહરચના અપનાવી છે, તેણે ઉત્પાદન ક્ષમતા વધારીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ વિસ્તરણ કર્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં ઝડપી વૃદ્ધિને કારણે જિંદાલ (ઇન્ડિયા) લિમિટેડ આ પ્રદેશોમાં અપાર સંભાવનાઓ જોઈ રહી છે. વર્ષ 1952માં સ્થાપિત જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ અગ્રણી ભારતીય બિઝનેસ ગ્રૂપ 'બીસી જિંદાલ ગ્રૂપ'નો એક ભાગ છે. શ્યામ સુંદરસિંહ જિંદાલ (પ્રમોટર, બીસી જિંદાલ ગ્રૂપ)ના નેતૃત્વ હેઠળનું આ ગ્રૂપ પેકેજિંગ ફિલ્મ્સ, એનર્જી અને સ્ટીલ પ્રોડક્ટ્સ જેવા વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલું છે.

ગોદરેજ કેપિટલ BeYou દ્વારા LGBTQIA+ પ્રતિભા માટે કારકિર્દીના માર્ગોનું નિર્માણ

જેને પ્રાઇડ કેપિટલ હાયરિંગ,પ્રાઇડ કેપિટલ રાઇઝિંગ મેન્ટરશિપ અને પોતાનાપણાની ભાવના તેમજ લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપતા ઈન્ક્લુઝન પ્રોગ્રામ્સનું પીઠબળ પ્રાપ્ત છે. મુંબઈ, 30 જૂન 2026: ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાયનાન્શિયલ સર્વિસિસની પેટાકંપની ગોદરેજ કેપિટલે તેના બિઝનેસ યુનિટ્સ અને ગ્રાહકો સાથે સીધા જોડાયેલા તેમજ સપોર્ટ ફંક્શન્સમાં LGBTQIA+ પ્રતિભાઓ માટે કારકિર્દીના માર્ગો બનાવવાના હેતુથી તૈયાર કરાયેલા અફર્મેટિવ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ BeYou દ્વારા LGBTQIA+ સમાવેશીતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરવાની પ્રાઇડ મન્થની ઉજવણી કરી હતી. તેની શરૂઆત થઈ ત્યારથી જ BeYou સંસ્થા માટે પ્રતિભા મેળવવાનો એક મુખ્ય સ્ત્રોત બનીને ઉભરી આવ્યો છે,જેમાં 50% ઈન્ટર્ન્સ ફુલ-ટાઈમ નોકરીમાં પરિવર્તિત થયા છે.આ પ્રોગ્રામ સહભાગીને છ મહિનાનો પ્રાયોગિક અનુભવ,વાસ્તવિક બિઝનેસ પ્રોજેક્ટ્સનો અનુભવ અને સંસ્થાના વિવિધ વિભાગોમાં કારકિર્દી ઘડવાની ઉત્તમ તકો પૂરી પાડે છે. કંપની તેની પેટાકંપનીઓ દ્વારા'પ્રાઈડ કેપિટલ રાઈઝીંગ'માં પણ સતત રોકાણ કરી રહી છે.આ એક મેન્ટરશિપ પહેલ છે જે LGBTQIA+ પ્રોફેશનલને વિવિધ ઉદ્યોગોના સિનિયર્સ લિડર્સ અને સહયોગીઓ સાથે જોડે છે.ફક્ત પ્રતિભાઓ પર કેન્દ્રિત પ્રયાસોથી આગળ વધીને ગોદરેજ કેપિટલ જાગરૂકતા લાવવા, સહયોગને વધારે મજબૂત કરવા અને વધુ સમાવેશી વર્કપ્લેસના અનુભવ આપવા માટે તેમના વિવિધ બ્રાન્ચ લોકેશન્સ પર ' ક્વિર ઈનક્યુઝન પ્રોગ્રામ'પણ શરૂ કરી રહી છે. આજે કંપનીમાં 40થી વધુ LGBTQIA+ કર્મચારીઓ કાર્યરત છે અને કંપનીએ 10 ગણી વૃદ્ધિ નોંધાવી છે.આ પ્રગતિ સમાન તકો પૂરી પાડવા તેમજ સર્વસમાવેશકતા અને પોતાનાપણાની ભાવના ધરાવતા વાતાવરણનું સર્જન કરવાના કંપનીના સતત પ્રયાસોને દર્શાવે છે. ગોદરેજ કેપિટલના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર ભવ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે “ગોદરેજ કેપિટલ ખાતે અમારું માનવું છે કે સર્વસમાવેશકતા (inclusion) ત્યારે જ ખરા અર્થમાં સાર્થક બને છે જ્યારે તે નવી તકો અને માર્ગોનું સર્જન કરે.'BeYou'જેવી પહેલ (initiatives)દ્વારા અમે એવા રસ્તાઓ તૈયાર કરી રહ્યા છીએ જે LGBTQIA+ પ્રતિભાઓને સંસ્થામાં જોડાવા,આગળ વધવા અને સફળ થવા માટે સક્ષમ બનાવે છે.જો કે સર્વસમાવેશકતા અને સમાન પ્રતિનિધિત્વ અમારા DNAમાં જ વણાયેલું છે, તેમ છતાં અમારું ધ્યાન માત્ર ભરતી કરવા પૂરતું સીમિત નથી.અમારો હેતુ એક એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જ્યાં દરેક વ્યક્તિ સાચા અર્થમાં આપનાપણું અનુભવે અને તેમને વિકાસ તેમજ પ્રગતિની સમાન તકો મળે.અમારા માટે ઇન્ક્લુઝન એ કોઈ અલગથી ચાલતો કાર્યક્રમ નથી; પરંતુ એક એવી સંસ્કૃતિનું નિર્માણ કરવાની અવિરત પ્રતિબદ્ધતા છે જ્યાં લોકો પોતાની અસલી ઓળખ સાથે કામ કરી શકે અને પોતાની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરી શકે.” પ્રાઈડ મંથની ઉજવણીના ભાગરૂપે ગોદરેજ કેપિટલ જાગરૂકતા,સહયોગ અને સામુદાયિક જોડાણને મજબૂત કરવાના હેતુથી વિવિધ પહેલ દ્વારા કર્મચારીઓને એકસાથે લાવી રહી છે.કંપનીએ પોતાની ઓફિસોમાં પ્રાઈડ માર્ચિસનું આયોજન કર્યું હતું, જેમાં ટ્રાન્સજેન્ડર કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત કંપનીએ આરવાની આર્ટ પ્રોજેક્ટના સહયોગથી એક કાયમી મ્યુરલનું પણ અનાવરણ કર્યું હતું, જે સર્વસમાવેશકતા,વિઝિબિલિટી અને આપનાપણાની ભાવનાનું પ્રતીક છે. એકસાથે મળીને આ તમામ પહેલો LGBTQIA+ પ્રતિભા માટે નવી તકો ઊભી કરવા સાથે એક એવા વર્ક પ્લસનું નિર્માણ કરવાની ગોદરેજ કેપિટલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાને મૂલ્યવાન, સુરક્ષિત અને પ્રગતિ કરવા માટે સક્ષમ અનુભવે.

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે AI વર્કશોપનું આયોજન કરશે

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડીઃ 57 ટકા એમએસએમઈ માને છે કે એઆઈ વ્યવસાયને વધારવા માટેનું મહત્વપૂર્ણ...

ભારતનો ડિજિટલ મેચ્યોરિટી ઇન્ડેક્સ 60.8 પર પહોંચ્યો, રાજ્યવાર યાદીમાં...

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...