Tuesday, July 14, 2026

Trending Now:

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે વ્હાલ? સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો! હમણાં પરિવારમાં પિતા...

Most Popular:

ટેરોટ રીડર પુનિત જી. લુલ્લાને ‘એક્સલન્સ ઇન ઇન્ટ્યુઇટિવ ટેરોટ ઇન્ટરપ્રિટેશન’ માટે નેશનલ એક્સેલન્સ એવોર્ડ 2026નું સન્માન મળ્યું

અમદાવાદ :- જાણીતા ઇન્ટ્યુઇટિવ ટેરોટ રીડર, એનર્જી હીલર અને આધ્યાત્મિક માર્ગદર્શક પુનિત...

સોયાબીનને ચીનના લોકોએ ખોરાક તરીકે સ્થાન આપી છે.

લેખીકા : જ્યોતિ જગતાપ ………………………………. સોયાબીન :પ્રોટીનથી ભરપૂર એવુંએકવીસમી સદીનું શ્રેષ્ઠ...

પ્લાસ્ટિકના બદલે પેપર બેગનો ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત કરવાનો મુખ્ય આશય

12 જુલાઈ: વિશ્વ પેપર બેગ દિવસ લેખક :દીપક જગતાપ…………………………………પ્લાસ્ટિકના બદલે...

Gujarat

ટ્રાઇબવાઇબ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ‘રંગ મોરલા’ની વાપસીની જાહેરાત; આદિત્ય ગઢવી ફરી 10 રાત સુધી અમદાવાદમાં સર્જશે નવરાત્રી નો જાદુ

~ રંગ મોરલા 2026 માટેની ટિકિટ્સ માત્ર બૂકમાયશો પર ઉપલબ્ધ થશે ~ અમદાવાદ, 13 જુલાઈ, 2026: ગયા વર્ષની નવરાત્રિ દરમિયાન અમદાવાદે એક અનોખા સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કર્યો હતો, જ્યારે આદિત્ય ગઢવી એ સંગીત, ભક્તિ અને ઉત્સવના રંગોથી હજારો લોકોને સતત દસ રાત સુધી એકત્રિત કર્યા હતા. હવે આ જ અનુભવ વધુ ભવ્ય સ્વરૂપે પરત ફરી રહ્યો છે. ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટે આજે જાહેરાત કરી છે કે 'રંગ મોરલા ફીચરિંગ આદિત્ય ગઢવી' ની બીજી આવૃત્તિ 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર, 2026 દરમિયાન અમદાવાદમાં યોજાશે. તેની પ્રથમ આવૃત્તિની ઐતિહાસિક સફળતા બાદ, રંગ મોરલા 2026 વધુ મોટા વિઝન સાથે પરત ફરી રહ્યું છે. સંગીત, સંસ્કૃતિ, સમાજ અને ભક્તિને એકસાથે જોડતી આ ઉજવણીએ અમદાવાદમાં પોતાની ઓળખ એક પ્રીમિયમ નવરાત્રિ અનુભવ તરીકે સ્થાપિત કરી છે, જ્યાં દર્શકોને સતત દસેય રાત એક જ સ્થળે અનોખી અને યાદગાર ઉજવણીનો અનુભવ મળે છે. આ સમગ્ર અનુભવના કેન્દ્રમાં ફરી એકવાર લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી રહેશે, જે દસેય રાત એક જ સ્થળે લાઇવ પરફોર્મ કરશે. આ વિશિષ્ટ આયોજન દર્શકોને દરરોજ એકસરખી ઊર્જા અને જોડાણ સાથે નવરાત્રિની ઉજવણીનો ભાગ બનવાની અનોખી તક આપશે. રંગ મોરલાની આગવી ઓળખને ધ્યાનમાં રાખીને ડેકોર, પ્રોડક્શન ડિઝાઇન, કાર્યક્રમો અને આતિથ્ય સહિતની દરેક બાબતનું આયોજન વિશ્વસ્તરીય અનુભવ સાથે ગુજરાતી પરંપરાની ઝાંખી કરાવતું રહેશે. લાઇવ સંગીત ઉપરાંત, રંગ મોરલા સમગ્ર પરિવાર માટે સંપૂર્ણ નવરાત્રી અનુભવ પ્રદાન કરશે. સમગ્ર સ્થળે કોઈ પ્રતિબંધિત ડાન્સ ઝોન નહીં હોય, જેથી દરેક વ્યક્તિ ખુલ્લા મનથી ગરબાનો આનંદ માણી શકશે. ઉપરાંત, વિશેષ પ્રીમિયમ હોસ્પિટાલિટી અને એક્સક્લુઝિવ સુવિધાઓ એવા મહેમાનો માટે ઉપલબ્ધ રહેશે, જેઓ નવરાત્રિની ઉજવણી ને વધુ વિશિષ્ટ રીતે માણવા ઇચ્છે છે. વધુ ભવ્ય પ્રોડક્શન, વિશાળ સ્તરના અનુભવ અને સંસ્કૃતિ તથા સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે રંગ મોરલા 2026 ફરી એકવાર નવા માપદંડ સ્થાપિત કરવાનો સંકલ્પ ધરાવે છે અને અમદાવાદના સૌથી આતુરતાથી રાહ જોવાતા તહેવારી આયોજનોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે આદિત્ય ગઢવીએ જણાવ્યું હતું કે, "નવરાત્રી એ આપણી ઓળખ, આપણી ખુશી અને આપણી ભક્તિ છે. 'રંગ મોરલા' મારા માટે તે લોકો અને સંસ્કૃતિને પરત આપવાનો પ્રયાસ છે, જેમણે મને ઘડ્યો છે. ગયા વર્ષે મળેલા અદભૂત પ્રેમે તેને મારા જીવનના સૌથી યાદગાર અનુભવોમાંનું એક બનાવ્યું. અમદાવાદમાં હું ક્યારેય એકલો ગાતો નથી, હજારો અવાજો મારી સાથે ગાય છે. 'રંગ મોરલા'ની બીજી આવૃત્તિ સાથે પાછા આવવું એટલે ઘર પરત ફરવા જેવું છે. આ અમદાવાદ, ગુજરાત અને દરેક નવરાત્રિપ્રેમી માટે મારી શ્રદ્ધાંજલિ છે. આ વર્ષે અમે દર્શકોને તેમની મનપસંદ દરેક બાબત સાથે વધુ ઘણું આપવા જઈ રહ્યા છીએ." ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને સીઈઓ શોવેન શાહે જણાવ્યું હતું કે, "'રંગ મોરલા'ની શરૂઆત એક સરળ વિચાર સાથે થઈ હતી કે નવરાત્રી ના દર્શકો પરંપરાની મૂળભૂત ભાવનાને જાળવી રાખતા વિશ્વસ્તરીય આયોજનનો અનુભવ ઇચ્છે છે. પ્રથમ આવૃત્તિને મળેલા જબરદસ્ત પ્રતિસાદે આ વિચારને સાચો સાબિત કર્યો અને અમદાવાદે તેને જે પ્રેમ આપ્યો તે અમારે માટે પ્રેરણાદાયી રહ્યો. આ વર્ષે અમે વધુ ભવ્ય પ્રોડક્શન, વધુ સમૃદ્ધ દર્શક અનુભવ અને ફરી એકવાર આદિત્ય ગઢવીને દસેય રાત લાઇવ પરફોર્મ કરાવતા એક અનોખા અનુભવ સાથે પરત ફરી રહ્યા છીએ. ટ્રાઇબવાઇબમાં અમે નવીનતા દ્વારા લાઇવ એન્ટરટેઇનમેન્ટ ને નવી ઊંચાઈએ પહોંચાડવાની સાથે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરવા પ્રતિબદ્ધ છીએ અને 'રંગ મોરલા' એ જ ભાવનાનું પ્રતિબિંબ છે." દસ રાત. એક અવાજ. નવરાત્રિનું એક અનોખું સરનામું.રંગ મોરલા 2026 માટેની ટિકિટ્સ માત્ર બૂકમાયશો પર ઉપલબ્ધ થશે. ગુજરાતના સૌથી પ્રિય તહેવારને એક નવા અંદાજમાં માણવા માટે તૈયાર રહો.

સાબરમતી ખાતે કાર્યરત રેલવે ટ્રેક ઉપર અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ...

અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી ખાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ...

Bollywood

Business

National

Political News

Special

મહિલા માટે જ્યાં સુધી ‘પોતાની’ અને ‘પારકી’ એવો ભાવ...

આવતી કાલે 8 માર્ચ છે અને મહિલા દિવસ આવી...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, પ્રથમ દિવસે બોક્સના...

Gondal Market Yard: ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર...

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો,...

World News

પ્રિઝમે રૂ. 6,650કરોડના ફ્રેશ ઈશ્યૂ માટે આઈપીઓ પેપર્સ ફાઇલ...

ગ્લોબલ હોસ્પિટાલિટી ટેક્નોલોજી કંપની પ્રિઝમે (PRISM) (OYOની પેરેન્ટ કંપની)...

વારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ...

મેઈડ ઈન અમેરિકા મોડ્યુલ્સ કેન્ટુકીમાં યુટિલિટી સ્કેલના સોલાર પ્રોજેક્ટને...

યુપીએલએ પૂરી કરી સારસ ક્રેન પક્ષીની 11મી ગણતરી, બાયઓડિવર્સિટી...

~યુપીએલ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન, નડિયાદ...

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

Sports News

વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 11 બોલમાં ફિફ્ટી: 50...

ટ્રાઈ સિરીઝ ફાઈનલમાં 29 બોલ પર 94 રન બનાવ્યા ઈન્ડિયા-A...

મેચ જીતવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર સામે મોટી કાર્યવાહી,...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ચોથી મેચમાં 31 માર્ચે...

T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

T20 World Cup 2026 ને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની...

ન્યૂઝીલેન્ડની જીત સાથે જ ભારતીય ટીમને ઝટકો

ટોમ લેથમની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને...

Lifestyle News

Latest Articles

શું નગરપાલિકાના પ્રમુખ સામે ચુંટાયાના એક વર્ષમાં અવિશ્વાસ દરખાસ્ત...

સ્થાની સ્વરાજની સંસ્થા નગરપાલિકામાં ચુંટાયેલા પ્રમુખ વિરુઘ્ધ અવિશ્વાસ દરખાસ્ત...

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે AI વર્કશોપનું આયોજન કરશે

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડીઃ 57 ટકા એમએસએમઈ માને છે કે એઆઈ વ્યવસાયને વધારવા માટેનું મહત્વપૂર્ણ...

ભારતનો ડિજિટલ મેચ્યોરિટી ઇન્ડેક્સ 60.8 પર પહોંચ્યો, રાજ્યવાર યાદીમાં...

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...